News of Tuesday, 5th May 2026
ઉનાળામાં લીંબુ સુકાઈ જવાની ઝંઝટમાંથી મુક્તિ: રસોડાની આ ૫ ‘જાદુઈ’ ટિપ્સ અપનાવો: મહિના સુધી લીંબુ રહેશે બગીચા જેવા તાજા
લીંબુ હવે નહીં બને પથ્થર: મોંઘા ભાવના લીંબુને બચાવવાના દેશી જુગાડ:ફ્રીઝમાં રાખવાની સાચી રીત જાણી લો: તેલનો હાથ લગાવો કે પાણીમાં ડુબાડી રાખો: લીંબુનો રસ અકબંધ રહેશે:ગૃહિણીઓ માટે ખાસ સમાચાર: ઉનાળાની લૂમાં શરબતની મજા માણવા આ ટિપ્સ છે આશીર્વાદરૂપ

નવી દિલ્હી: ઉનાળાની કાળઝાળ ગરમીમાં લીંબુ ખૂબ જ ઝડપથી સુકાઈને કડક થઈ જાય છે. પણ જો તમે આ ૫ ટિપ્સ અજમાવશો, તો લીંબુ લાંબો સમય ચાલશે. ગરમીની શરૂઆત થતાં જ રસોડામાં લીંબુની માંગ સૌથી વધુ વધી જાય છે. ઠંડક આપતું શરબત હોય કે રસોઈનો સ્વાદ વધારવાનો હોય, લીંબુ દરેક રીતે ઉપયોગી છે. પરંતુ, ઘણીવાર વધુ પડતા લીંબુ એકસાથે ખરીદવાથી તે જલ્દી સુકાઈ જાય છે અથવા બગડી જાય છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો, તો અહીં આપેલી સરળ ટિપ્સ તમને લીંબુને લાંબા સમય સુધી તાજા રાખવામાં મદદ કરશે.
૧. તેલનો પ્રયોગ: લીંબુ પર હળવું તેલ (કોઈપણ ખાધ્ય તેલ) લગાવીને તેને એરટાઈટ ડબ્બામાં ભરી ફ્રીઝમાં રાખો. તેલનું પડ ભેજને ઉડવા દેશે નહીં.
૨. કાગળમાં લપેટીને: દરેક લીંબુને અલગ-અલગ ન્યૂઝપેપર કે ટિશ્યુ પેપરમાં લપેટીને રાખો. આનાથી તે એકબીજાના સંપર્કમાં નહીં આવે અને બગડશે નહીં.
૩. પાણીમાં ડુબાડીને: એક કાચની બરણીમાં પાણી ભરો અને તેમાં લીંબુ ડુબાડીને ફ્રીઝમાં મૂકી દો. રોજ પાણી બદલતા રહો, લીંબુ મહિના સુધી તાજા રહેશે.
૪. રસ કાઢીને આઈસ ટ્રેમાં: જો લીંબુ સુકાવાની બીક હોય, તો તેનો રસ કાઢી આઈસ ટ્રેમાં જમાવી દો. જરૂર પડે ત્યારે એક ક્યુબ કાઢીને વાપરો.
૫. ઝિપલોક બેગ: લીંબુને ઝિપલોક બેગમાં ભરીને તેમાંથી બધી હવા કાઢી નાખ્યા પછી ફ્રીઝમાં રાખવાથી પણ તે લાંબો સમય સારા રહે છે.
(6:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
