<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th May 2026

ગૂગલનો AI પાવર: વિશ્વનો પહેલો ‘AI-જનરેટેડ’ સાયબર હુમલો નિષ્ફળ બનાવ્યો

ડિજિટલ દુનિયામાં ખળભળાટ: હેકર્સે એડવાન્સ AIથી તૈયાર કર્યો હતો ‘ઝીરો-ડે’ એટેક:ગૂગલના ‘Big Sleep’ પ્રોજેક્ટ સામે હેકર્સ ફેઈલ: સાયબર સુરક્ષાના ઇતિહાસમાં નવો અધ્યાય, હવે AI જ AIના હુમલા રોકશે

નવી દિલ્હી: ગૂગલે સાયબર સુરક્ષાના ક્ષેત્રમાં એક મોટી સફળતા હાંસલ કરી છે. ગૂગલના સંશોધકોએ વિશ્વનો પહેલો એવો સાયબર હુમલો શોધીને અટકાવ્યો છે જે સંપૂર્ણપણે AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) દ્વારા બનાવવામાં આવ્યો હતો. આ ‘ઝીરો-ડે’ હુમલો સોફ્ટવેરમાં રહેલી એવી ખામી (Vulnerability) નો ઉપયોગ કરતો હતો જેની જાણકારી ખુદ સોફ્ટવેર બનાવનાર કંપનીને પણ નહોતી.

આ એક્સપ્લોઇટ પાયથોન સ્ક્રિપ્ટમાં મળ્યો હતો, જેમાં AI દ્વારા મદદ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું હતું. તેમાં ‘હેલ્યુસિનેટેડ CVSS સ્કોર’ અને લાર્જ લેન્ગવેજ મોડલ્સ (LLM)ના ટ્રેનિંગ ડેટા જેવી ટેક્સ્ટબૂક આધારિત ગોઠવણી જેવી ફોર્મેટિંગનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ઝીરો-ડે એક્સપ્લોઇટમાં એક ઉચ્ચ-સ્તરીય સેમેન્ટિક લોજિક ખામીનો લાભ ઉઠાવવામાં આવ્યો હતો. એમાં ડેવલપરે પ્લેટફોર્મની 2FA સિસ્ટમમાં ટ્રસ્ટ અસંપ્શનને હાર્ડકોડ કરી દીધું હતું.

આ પહેલી વાર છે જ્યારે ગૂગલને AIની મદદથી કરવામાં આવેલા હુમલાના પુરાવા મળ્યા છે. જોકે કંપનીના સંશોધકોએ સ્પષ્ટ કર્યું છે કે આ કેસમાં Geminiનો ઉપયોગ થયો હતો એવું તેઓ માનતા નથી. ગૂગલ જ્યારે આ ખાસ એક્સપ્લોઇટને ડિસરપ્ટ કરવામાં સફળ રહ્યું, ત્યારે તેણે ચેતવણી આપી કે હેકર્સ હવે સુરક્ષા ખામીઓ શોધવા અને તેનો લાભ લેવા માટે વધતી જતી AI ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે.

GTIGની રિપોર્ટમાં એ પણ જણાવાયું છે કે AI હવે માત્ર એક સાધન નથી, પરંતુ હુમલાખોરો માટે એક લક્ષ્ય પણ બની ગયું છે. રિપોર્ટ મુજબ GTIG એ જોયું છે કે સાઇબર ક્રિમિનલ વધુને વધુ ઇન્ટિગ્રેટેડ વસ્તુઓને નિશાન બનાવી રહ્યા છે, જે AI સિસ્ટમોને ઉપયોગી બનાવે છે, જેમ કે સ્વચાલિત ક્ષમતાઓ અને થર્ડ પાર્ટી ડેટા કનેક્ટર્સ. આ બતાવે છે કે સાયબર ગુનેગારો હવે અન્ય સિસ્ટમોમાં સુરક્ષા ખામીઓ શોધવા માટે AIનો ઉપયોગ કરી રહ્યા છે.

 

(5:39 PM IST)