News of Thursday, 4th June 2026
માનવ ઇતિહાસનો સૌથી મોટો પર્યાવરણીય ચમત્કાર: ફિનલેન્ડે ધરતીના ૪૩૦ મીટર પેટાળમાં તૈયાર કર્યું વિશ્વનું પ્રથમ 'ન્યૂક્લિયર ડસ્ટબિન': ૧ લાખ વર્ષ સુધી પરમાણુ કચરો લીક નહીં થાય, આખી દુનિયા સ્તબ્ધ
ફિનલેન્ડના 'ઓન્કાલો' (Onkalo) પ્રોજેક્ટ હેઠળ ૧.૯ અબજ વર્ષ જૂના સખત ખડકો ચીરીને બનાવાઈ અત્યંત રહસ્યમય ગુફ: અમદાવાદ-વડોદરા સહિત વૈશ્વિક વૈજ્ઞાનિકો આભા બન્યા, ભવિષ્યની પેઢીઓને પરમાણુ વિનાશથી બચાવવા માટે પૂરા ૧ અબજ યુરોનો તોતિંગ ખર્ચ

નવી દિલ્હી: પરમાણુ કચરાના નિકાલ માટે છેલ્લા કેટલાય દાયકાઓથી મૂંઝાતી આખી દુનિયા માટે ફિનલેન્ડ દેશમાંથી એક બિલકુલ સણસણતા અને રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી બિલકુલ પાકી વિગતો મુજબ, ફિનલેન્ડના ઓલકીલુઓટો (Olkiluoto) ટાપુ પર જમીનની અંદર ૪૩૦ મીટર (અંદાજે ૧૪૦૦ ફૂટ) ઊંડે 'ઓન્કાલો' (જેનો ફિનિશ ભાષામાં અર્થ થાય છે - 'મોટી ગુફા') નામનું વિશ્વનું સૌપ્રથમ ડીપ જિયોલોજિકલ રિપોઝિટરી (Deep Geological Repository) એટલે કે કાયમી ન્યૂક્લિયર ડસ્ટબિન ઓપરેશન માટે બિલકુલ રેડી થઈ ગયું છે! આ પ્રોજેક્ટ પાછળ અંદાજે ૧.૧૬ અબજ ડૉલર (૧ અબજ યુરો) નો તોતિંગ ખર્ચ કરવામાં આવ્યો છે. આ ડસ્ટબિન એટલું પાવરફુલ છે કે તે આગામી ૧,૦૦,૦૦૦ વર્ષ સુધી આ ભયાનક પરમાણુ કચરાને ધરતી અને વાતાવરણથી બિલકુલ આઇસોલેટ (અલગ) રાખશે, જેથી કોઈ રેડિયેશન બહાર ન આવી શકે.
આ અનોખી પરમાણુ કચરાપેટી દક્ષિણ-પશ્ચિમ ફિનલૅન્ડના યુરાજૌકી ખાતે આવેલા ગીચ જંગલોમાં, જમીનથી 433 મીટરની ઊંડાઈએ તૈયાર કરવામાં આવી છે. અહીં અબજો વર્ષ જૂના ખડકોની અંદર વિશાળ સુરંગો બનાવીને આખો રસ્તો તૈયાર કરાયો છે. આ ડસ્ટબિનમાં વિતેલા દાયકાઓથી પરમાણુ વીજળી બનાવવાના કારણે એકઠા થયેલા ભયાનક રેડિયોએક્ટિવ કચરાને કાયમ માટે ધરબી દેવાની તૈયારીઓ ચાલી રહી છે.
દુનિયાભરમાં કાર્યરત દરેક પરમાણુ પાવર પ્લાન્ટમાંથી એવો કચરો નીકળે છે, જે હજારો વર્ષો સુધી અત્યંત રેડિયોએક્ટિવ રહે છે અને માનવજાત તેમજ પ્રકૃતિ માટે ઘાતક સાબિત થઈ શકે છે. ગયા સદીના છઠ્ઠા દાયકામાં (1950-60ના સમયગાળામાં) જ્યારે વિશ્વમાં પરમાણુ પ્લાન્ટ્સ શરૂ થયા, ત્યારથી જ તમામ દેશો આ પરમાણુ કચરાનો સુરક્ષિત નિકાલ કરવાની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. અત્યાર સુધી આ ન્યુક્લિયર વેસ્ટના મોટાભાગના હિસ્સાને ઠંડો કરવા માટે કામચલાઉ ધોરણે પાણીના વિશાળ પૂલમાં રાખવામાં આવે છે, પરંતુ આ કોઈ કાયમી ઉકેલ નહોતો.
આ વૈશ્વિક સમસ્યા વચ્ચે ફિનલૅન્ડે વિશ્વને એક નવો રસ્તો ચીંધ્યો છે. આશરે 1.9 અબજ વર્ષ જૂના મજબૂત ખડકોમાં સુરંગો બનાવીને તૈયાર કરવામાં આવેલું 'ઓનકોલો' દુનિયાનું સૌપ્રથમ એવું કાયમી ડસ્ટબિન બનવા જઈ રહ્યું છે, જ્યાં પરમાણુ કચરો હંમેશા માટે સુરક્ષિત રહેશે. ફિનલૅન્ડની પરમાણુ સુરક્ષા એજન્સી ચાલુ મહિને જ આ પ્રોજેક્ટને આખરી મંજૂરી આપવાની છે, જે બાદ તેના સંચાલન માટેનું સત્તાવાર લાઇસન્સ પણ જાહેર કરી દેવાશે.
(5:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
