News of Tuesday, 14th July 2026
ચીનમાં મોંઘી થઈ ખુશી: ડિપ્રેશન ભગાડવા કરોડો લોકો ચૂકવી રહ્યા છે કિંમત:'લાફ્ટર ક્લબ્સ' અને 'સ્માઈલ પ્રોડક્ટ્સ' ની ભારે ડિમાન્ડ
બીજિંગ અને શાંઘાઈ જેવા મેટ્રો શહેરોમાં 'ચીયર લીડર્સ' ની અનોખી નોકરીઓ: તણાવમુક્ત થવા માટે યુવાનો આર્ટિફિશિયલ હાસ્યનો લઈ રહ્યા છે સહારો: ગ્લોબલ માર્કેટમાં નવો ટ્રેન્ડ

નવી દિલ્હી: આજના આધુનિક યુગમાં માણસ ભલે આર્થિક રીતે સક્ષમ બની રહ્યો હોય, પરંતુ માનસિક શાંતિ ગુમાવી રહ્યો છે. આ સ્થિતિનો સૌથી મોટો શિકાર ચીન બન્યું છે, જ્યાં સ્પર્ધાત્મક જીવનશૈલી અને લાંબા કલાકોના કામના લીધે યુવા પેઢી ડિપ્રેશનની ગર્તામાં ધકેલાઈ રહી છે. આ ગંભીર સમસ્યાને ચીની માર્કેટે એક મોટી બિઝનેસ તકમાં ફેરવી નાખી છે. દેશમાં લોકોને હસાવવા અને તેમના મનમાંથી નકારાત્મક વિચારો દૂર કરવા માટે મલ્ટી-બિલિયન ડોલરની 'હેપીનેસ ઇન્ડસ્ટ્રી' રાતોરાત ઊભી થઈ ગઈ છે, જેનો વાર્ષિક ટર્નઓવર 400 અબજ ડોલરના આંકડાને આંબી રહ્યો છે.
ચીનની યુવા પેઢીમાં ભવિષ્યને લઈને ચિંતા છે. નવી જનરેશન એક્ઝાઈટીમાં જીવા છે. ભવિષ્યની ચિંતામાં દિવસો કાઢે છે. તેની સામે અમુક યુવાનો ખુશહાલીનો બિઝનેસ કરી રહ્યા છે. લૂ ઝાઓયૂ નામનો એક યુવાન ચીનના વિખ્યાત પહાડ માઉન્ડ તાઈના અવરોહણમાં મદદ કરે છે. તે અન્ય પ્રવાસીઓને આ પહાડ ચડવાનું પેકેજ ઓફર કરે છે, પરંતુ આ માત્ર પહાડ ચડવા પૂરતું પેકેજ નથી. તે રસ્તામાં પ્રવાસીને હસાવે છે. તેને ઈમોશ્નલી સપોર્ટ આપે છે. ગિફ્ટ્સ આપે છે. તેને તાજાં ફળો આપે છે. ગમતી વાતો કરે છે. આ માટે તે ૧૦૦ ડોલર જેટલો ચાર્જ વસૂલે છે અને લોકો આટલો ખર્ચ કરીને હોંશે હોંશે તેની સાથે જાય છે. ૩૦ વર્ષનો એ લાંગ નામનો યુવાન જુદા જુદા કલાકારોનો પોશાક પહેરીને મધ્ય ચીનમાં લોકોને હસાવવાનું કામ કરે છે. તે માત્ર હસાવતો નથી, પરંતુ ફુલ ઈમોશ્નલ એક્સપિરિયન્સ આપે છે. ચીનના સોશિયલ મીડિયામાં આવા યુવાનો પ્રમોશન્સ કરી રહ્યા છે. ચીનના સોશિયલ મીડિયામાં અચાનક આવા પ્રકારની જાહેરાતોનું પ્રમાણ વધી ગયું છે. એક અંદાજ પ્રમાણે ચીનમાં ફીલ-ગુડ અથવા જેને ઈમોશ્નલ વેલ્યૂ કહેવાય છે તેનું માર્કેટ ૪૦૦ અબજ ડોલરને પાર પહોંચી ગયું છે.
(5:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
