<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th September 2026

બોલિવિયામાં સૈન્ય મથકે કાળજું કંપાવનારો મહાવિસ્ફોટઃ પ્રચંડ ધડાકા સાથે લશ્કરી બેરેક ધૂમાડાના ગોટામાં તબ્દીલ: ૧૦થી વધુના મોત અને ૬૦થી વધુ લોહીલુહાણ

આકાશમાં ઉછળ્યા આગના રાક્ષસી ગોળા અને ધુમાડાના ગોટેગોટા: વિઆચા સ્થિત સૈન્ય મથકના દારૂગોળા અને વિસ્ફોટક સ્ટોકમાં સટાકથી ભયાનક ધડાકો થતાં મચી ભારે ભાગદોડઃ ૧ કિલોમીટરની ત્રિજ્યામાં ઘરોના કાચ અને દિવાલો ધરાશાયી: મોતના આંકડામાં વિસ્ફોટક વધારાની આશંકાથી આખા બોલિવિયામાં સનસનાટી અને કંપારી

નવી દિલ્હી: દક્ષિણ અમેરિકાના બોલિવિયા દેશમાંથી કાયદો અને સુરેક્ષાના ધજાગરા ઉડાડતો તથા સમગ્ર વિશ્વના હોશ ઉડાડી દેતો અતિ-સનસનાટીભર્યો અને કાળજું કંપાવનારો મહા-વિસ્ફોટક ધડાકો સામે આવ્યો છે! બોલિવિયાની રાજધાની લા પાઝ નજીક આવેલા વિઆચા (Viacha) સ્થિત અતિ-સંવેદનશીલ સૈન્ય મથક (Military Barracks) પર અચાનક એક પછી એક પ્રચંડ ધડાકાઓ થતાં ૧૦થી વધુ લોકોના સટાકથી મોત નિપજ્યા છે! જ્યારે ૬૦થી વધુ સૈનિકો અને નાગરિકો ભયાનક રીતે લોહીલુહાણ અને ઈજાગ્રસ્ત થતાં હાહાકાર મચી ગયો છે.

સ્થાનિક અધિકારીઓ દ્વારા મળતી વિગતો મુજબ, આ અકસ્માત બપોરે આશરે 2:30 વાગ્યે થયો હતો. વિસ્ફોટની શરૂઆત સેન્ય મથકના એ ચોક્કસ ભાગમાંથી થઈ હતી જ્યાં બોલિવિયાના સંરક્ષણ મંત્રાલય દ્વારા સત્તાવાર સરકારી કાર્યક્રમો અને ઉત્સવોમાં વાપરવા માટે રાખવામાં આવેલો ફટાકડા અને આતશબાજીની સામગ્રીનો જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો હતો.

આ કોઈ યુદ્ધના હથિયારો કે દારૂગોળો નહોતા, પરંતુ સત્તાવાર રીતે વપરાતા આતશબાજીના ફટાકડા જ હતા. જોકે, આ ફટાકડાના સ્ટોરેજમાં કયા ચોક્કસ કારણસર (જેમ કે શોર્ટ સર્કિટ, ગરમી કે અન્ય કોઈ ખામી) વિસ્ફોટ થયો, તેની સાચી માહિતી હજુ સુધી સામે આવી નથી. આ અંગે હાલ ગંભીરતાથી તપાસ ચાલી રહી છે.

સ્થાનિક આરોગ્ય અધિકારી રીટાના જણાવ્યા મુજબ, ઘટનામાં 10થી 15 લોકોના મોતની આશંકા છે અને 62 જેટલા લોકો ઘાયલ થયા છે. તેમાંથી ગંભીર રીતે દાઝી ગયેલા લોકોને અનેક દર્દીઓ સાથે લા પાઝની મોટી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, વિસ્ફોટના કારણે આસપાસના 50થી વધુ મકાનોના કાચ તૂટી ગયા હતા અને નુકસાન થયું હતું. ઘટના બાદ તરત જ એમ્બ્યુલન્સ, મેડિકલ ટીમ અને પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવાનું કામ શરૂ કર્યું હતું.

(8:51 PM IST)