News of Tuesday, 27th October 2026
મિડલ ઈસ્ટમાં હૂથી બળવાખોરોના આતંક વચ્ચે ભયાનક ધડાકો: સાઉદી અરેબિયાની મદદ માટે યુદ્ધના મેદાને ઉતરશે ઇજિપ્ત, સંસદે ઘાતક સૈન્ય સહાય મોકલવા આપી લીલી ઝંડી
રાતા સમુદ્રમાં હૂથીઓના મિસાઈલ હુમલા વચ્ચે ઈજિપ્તના સૈન્ય એક્શનથી ગલ્ફ દેશોના યુદ્ધમાં નવો વળાંક: ભયાનક યુદ્ધના એંધાણ જોઈને આંતરરાષ્ટ્રીય સમુદાયના છાતીના પાટિયા બેસી ગયા

નવી દિલ્હી:મિડલ ઈસ્ટ અને રાતા સમુદ્રમાં હૂથી બળવાખોરોના વધતા જતાં ભયાનક આતંક વચ્ચે આંતરરાષ્ટ્રીય રાજકારણ અને યુદ્ધના મેદાનમાંથી એક અત્યંત સ્ફોટક અને કાળજું કંપાવી દેતા સમાચાર સામે આવ્યા છે. સાઉદી અરેબિયા પર હૂથીઓ દ્વારા અવારનવાર કરવામાં આવતા ખતરનાક ડ્રોન અને મિસાઈલ હુમલા સામે રક્ષણ આપવા માટે હવે ઇજિપ્ત (Egypt) એ સત્તાવાર રીતે દખલગીરી કરવાનો ધડાકો કર્યો છે. ઇજિપ્તની સંસદે સાઉદી અરેબિયાની સરહદો અને સુરક્ષા માટે પોતાના લશ્કરી દળો અને સૈન્ય સહાય મોકલવાના પ્રસ્તાવને સર્વાનુમતે લીલી ઝંડી આપી દીધી છે.
ઇજિપ્ત અત્યાર સુધી આ યુદ્ધમાં સીધી રીતે સામેલ નહોતું થયું. ઇજિપ્તના વિદેશ મંત્રી બદર અબ્દેલાતી અને ઇન્ટેલિજન્સ ચીફ હસન રશાદે રિયાધ જઈને સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને રાષ્ટ્રપ્રમુખ સિસીનો પત્ર સોંપ્યો હતો. આ પત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, ઇજિપ્તનો સૈન્ય ટેકો યમન પર હુમલો કરવા માટે નહીં, પરંતુ માત્ર સાઉદી અરેબિયાની સરહદો અને ક્ષેત્રીય સાર્વભૌમત્વની રક્ષા પૂરતો જ સીમિત રહેશે.
આ દરમિયાન યમનના હૂથી વિદ્રોહીઓએ સાઉદી અરેબિયાના રિયાધ સ્થિત કિંગ ખાલિદ ઇન્ટરનેશનલ એરપોર્ટ તેમજ બે લશ્કરી અડ્ડાઓ પર મિસાઇલ હુમલા કરવાનો દાવો કર્યો છે. હૂથી લશ્કરી પ્રવક્તા યાહ્યા સરીના જણાવ્યા અનુસાર, ડઝનબંધ બેલિસ્ટિક મિસાઇલો છોડીને ત્રણ અલગ-અલગ લશ્કરી ઓપરેશન પાર પાડવામાં આવ્યા હતા.
(7:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
