News of Saturday, 28th November 2026
માનવતાવાદી કટોકટી અને યુએનની ચેતવણી પર સૌથી મોટો અને હચમચાવી નાખે તેવો ધડાકો: વિશ્વના 16 હોટસ્પોટ વિસ્તારોમાં ભૂખમરાની સ્થિતિ વધુ વણસવાની ચેતવણી:યુદ્ધ, અલ નિનો અને સહાયમાં કાપથી ભયાનક સંકટ તોળાતા દુનિયાભરમાં ભારે હાહાકાર
ડિસેમ્બર 2026થી મે 2027 દરમિયાન 16 વિસ્તારોમાં ખાદ્ય સંકટ ઘેરું બનવાના એંધાણથી વૈશ્વિક સ્તરે ખળભળાટ: સુદાન, યમન, દક્ષિણ સુદાન, સોમાલિયા અને ઉત્તર નાઈજીરિયા સૌથી વધુ જોખમમાં:રાહત ભંડોળમાં ભારે ઘટાડા અને હવામાનના માર વચ્ચે લાખો લોકોના જીવ પર સંકટથી ભારે ચર્ચા અને ચકચાર

નવી દિલ્હી:વિશ્વમાં સતત વધી રહેલા સંઘર્ષો, આર્થિક સંકટ અને બદલાતા હવામાન વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર (UN) ની એજન્સીઓએ એક અત્યંત ચિંતાજનક અને સનસનાટીભર્યો રિપોર્ટ જાહેર કર્યો છે. વિશ્વના 16 દેશ-વિસ્તારો ભૂખમરા અને ગંભીર ખાદ્ય અસુરક્ષાના ખતરામાં સપડાઈ શકે છે તેવી યુએનની મોટી ચેતવણીએ સમગ્ર વિશ્વમાં ભારે હડકંપ, ચિંતા તથા ચકચાર મચાવી દીધી છે.
સતત ચાલતા યુદ્ધોની સાથે ઇંધણના ભાવમાં થયેલા નોંધપાત્ર વધારાના કારણે આ ૧૬ દેશોએ રીતસર ભૂખે મરવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન અને વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ હંગર હોટસ્પોટના મે ૨૦૨૬થી ડિસેમ્બર સુધી આવરી લેવાયેલા રિપોર્ટમાં આ ચેતવણી આપવામાં આવી છે.
તેમા પણ યમન, સોમાલિયા અને ઉત્તર નાઇજીરિયાની સ્થિતિ તો અત્યંત કફોડી છે. આ દેશો તો ભૂખમરાનો ભોગ બનેલા દેશોની યાદીમાં છેક ૨૦૨૨થી સામેલ છે. ગાઝામાં ઓક્ટોબર ૨૦૨૫માં યુદ્ધવિરામ થયા પછી આજે પણ ગાઝાની ૬૭ ટકા વસ્તી ભૂખમરાના આરે છે. તેઓ માટે દિવસ પડે ત્યારે ખાવું શું તે મોટો પ્રશ્ન છે. એકબાજુએ ઇઝરાયેલ યુએન સહાય મર્યાદિત કરે છે અને જે પણ સહાય પહોંચે છે તેના પર હમાસના આતંકીઓ સૌથી પહેલા કબ્જો જમાવી દે છે. સામાન્ય લોકોની સ્થિતિ અત્યંત વિપરીત છે.
સુદાનની ૧.૯૫ કરોડ એટલે કે લગભગ બે કરોડની વસ્તી ભૂખમરાના આરે છે, જે કુલ વસ્તીનો ૪૧ ટકા હિસ્સો થાય છે. સુદાનના દક્ષિણ દારફુરના વિસ્થાપિતોના આવેલા કેમ્પમાં ભૂખમરાની સ્થિતિ દુષ્કાળને પણ સારી કહેવડાવે તેવી છે. ઊંચા ઇંધણ ખર્ચે મધ્યપૂર્વની વિપરીત સ્થિતિને મોટો ફટકો માર્યો છે. આ જ રીતે યમનના સરકાર હસ્તકના પ્રદેશમાં ૧૮ લાખ લોકો ભૂખમરાના આરે છે. જ્યારે હુથી બળવાખોરો રહે છે ત્યાંના ભૂખમરાનો આંકડો જ નથી, કારણ કે ત્યાં કોઈ જઈ શક્તું નથી.
દક્ષિણ-પશ્ચિમ યમનના અત્યંત ગીચ વિસ્તાર પર કરવામાં આવેલા હુમલામાં ૧૧નાં મોત થયા છે, એમ હુથીઓના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું. તેમા બાળકોનો પણ સમાવેશ થાય છે. હુથીઓએ આ હુમલા માટે સાઉદી અરેબિયાની આગેવાની હેઠળના યમનના સરકારી દળોને જવાબદાર ઠેરવ્યા હતા. હુથીઓએ તાઇઝ શહેરની કરેલી ઘેરાબંધી તોડવા માટે આ હુમલો કરવામાં આવ્યો હોવાનું મનાય છે. હુથીઓએ સાઉદીની ઓઇલ ફેસિલિટીઝને ફરીથી નિશાન બનાવી હતી અને તેમા ગુરુવારે ફરીથી જાઝન રિફાઇનરી પર કરેલા હુમલાનો સમાવેશ થાય છે. જ્યારે સાઉદીના ઉર્જા મંત્રાલયે જણાવ્યું હતું કે તેમની ઓઇલ રિફાઇનરી પર કરવામાં આવેલા હુમલામાં નેપાળી કામદારનું મોત થયું હતું.
(6:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
