<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

જગતમાં વાગ્યો ભારતનો ડંકો: ઈન્ડોનેશિયા સાથે ૧૪ ઐતિહાસિક કરારોથી અમેરિકા-ચીન સ્તબ્ધ: હવે ભારતીય બ્રહ્મોસ અને અસ્ત્ર મિસાઈલોથી સજ્જ થશે પાડોશી દેશ

દક્ષિણ ચીન સમુદ્રમાં ડ્રેગન ઘેરાયો: સંરક્ષણ અને દરિયાઈ સુરક્ષા ક્ષેત્રે બંને દેશો વચ્ચે લોખંડી ભાગીદારી: સૈન્ય હથિયારોના બજારમાં ભારતની નવી સત્તાવાર એન્ટ્રી

નવી દિલ્હી: સાઉથ એશિયન મિલિટરી સ્ટ્રેટેજી બ્યુરોના સત્તાવાર સંરક્ષણ બુલેટિન અને સાઉથ-ઈસ્ટ એશિયા કમાન્ડની કટોકટી ડાયરી અનુસાર, આ ૧૪ કરારોમાં માત્ર મિસાઈલ સપ્લાય જ નહીં પરંતુ બંને દેશોની સેનાઓ વચ્ચે જોઈન્ટ મિલિટરી એક્સરસાઇઝ, દરિયાઈ ચાંચિયાગીરી રોકવા અને સાયબર સિક્યુરિટીના ક્ષેત્રોનો પણ સમાવેશ થાય છે. સત્તાવાર ગ્લોબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડાયરી નોંધો મુજબ, બ્રહ્મોસ મિસાઈલ મળવાથી ઈન્ડોનેશિયાની નૌકાસેના પોતાના દરિયાકાંઠાથી સેંકડો કિલોમીટર દૂર રહેલા દુશ્મન જહાજને પળવારમાં ફૂંકી મારવા સક્ષમ બનશે. આ ડીલના કારણે એશિયા પેસિફિક ક્ષેત્રમાં ભૌગોલિક અને રાજકીય સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ ગયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક્ટ ઈસ્ટ નીતિ અને મહાસાગર વિઝન નીતિ હેઠળ ઈન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના ત્રણ દેશોના પ્રવાસના પહેલા તબક્કામાં સોમવારે ઈન્ડોનેશિયા પહોંચ્યા હતા. પીએમ મોદી અને ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતોએ મંગળવારે દ્વિપક્ષીય બેઠક કરી બંને દેશોના સંબંધોને નવી ઊંચાઈઓ પર લઈ જવા કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.
ઈન્ડોનેશિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના સર્વોચ્ચ સન્માન 'બિઅંતા અદિપૂર્ણા'થી સન્માનિત કર્યા હતા. પીએમ મોદીને વૈશ્વિક સ્તરે મળેલું આ ૩૪મું સન્માન છે. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ સુબિયાંતોની હાજરીમાં ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચે થયેલા કરારોમાં સંરક્ષણ ક્ષેત્રમાં બ્રહ્મોસ અને અસ્ત્ર મિસાઈલના કરાર સૌથી મોટી સિદ્ધિ રહ્યા હતા. આ કરારથી ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચે દ્વિપક્ષીય સંરક્ષણ સંબંધો વધુ મજબૂત બનશે. ઓપરેશન સિંદૂરમાં આ બંને મિસાઈલોના અભૂતપૂર્વ પ્રદર્શનથી પ્રભાવિત થઈ ઈન્ડોનેશિયાએ ભારતના સ્વદેશી મિસાઈલો ખરિદવાનો નિર્ણય કર્યો છે. આ સાથે બંને દેશ રણનીતિક રૂપે અત્યંત મહત્વપૂર્ણ સબાંગ બંદરનો સંયુક્તરૂપે વિકાસ કરશે. આ બંદર સ્ટ્રેટ ઓફ મલક્કાના મુખ પર સ્થિત છે, જે હિન્દ-પ્રશાંત મહાસાગરની સુરક્ષા અને સમુદ્રી વેપારની દૃષ્ટિએ મોટું પગલું છે.
આ સિવાય હિન્દ-પ્રશાંત મહાસાગરમાં ચીનનું પ્રભુત્વ રોકવા માટે બંને દેશના કોસ્ટગાર્ડ વચ્ચે સહયોગ વધશે, જેઓ સમુદ્રી નિરીક્ષણ, રિસર્ચ અને રેસ્ક્યુ અભિયાન સહિત હિન્દ-પ્રશાંત મહાસાગરમાં જહાજોનું સુરક્ષિત પરિવહન નિશ્ચિત કરશે. બંને દેશ સમુદ્રી સુરક્ષા સહયોગને પણ નવી દિશા આપશે. વધુમાં ભારત અને ઈન્ડોનેશિયા ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં સાથે મળીને કામ કરશે, જેના હેઠળ ભારતના યુપીઆઈ અને ઈન્ડોનેશિયાના ક્યુઆરઆઈએસ વચ્ચે ક્રોસ-બોર્ડર લિંકેજ કરાશે. તેનાથી બાલી અને અન્ય સ્થળો પર જતા ભારતીય પ્રવાસીઓ અને વેપારીઓને સીધા પોતાના ફોનથી જ સરળતાથી અને સસ્તું ડિજિટલ પેમેન્ટ કરવાની સુવિધા મળશે.

 

(5:23 PM IST)