News of Wednesday, 15th July 2026
આતંકવાદ સામે ઈરાનનું કડક વલણ: પવિત્ર મઝાર પર હુમલો કરનારા ઇસ્લામિક સ્ટેટ (ISIS)ના બે આતંકીઓને જાહેરમાં અપાઈ ફાંસી
શિરાજ શહેરમાં શાહ ચેરિટી મઝાર પર અંધાધૂંધ ફાયરિંગ કરી ૧૩ લોકોને મોતના ઘાટ ઉતાર્યા હતા: કોર્ટના આદેશ બાદ વહેલી સવારે ન્યાય તોળાયો

નવી દિલ્હી: ઈરાનના દક્ષિણ શિરાજ શહેરમાં આવેલા પ્રખ્યાત શાહ ચેરિગ (Shah Cheragh) ધાર્મિક સ્થળ પર થયેલા ઘાતકી આતંકવાદી હુમલાના કેસમાં ઈરાન સરકારે માત્ર ગણતરીના મહિનાઓમાં જ સુનાવણી પૂર્ણ કરી ન્યાય આપ્યો છે. આ કેસમાં કસૂરવાર ઠરેલા આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (ISIS) ના બે મુખ્ય સાગરિતો મોહમ્મદ રામેઝ રશીદી અને નઈમ હાશેમ કતાલીને કોર્ટ દ્વારા ફાંસીની સજા ફટકારવામાં આવ્યા બાદ આજે વહેલી સવારે ફાંસી આપી દેવામાં આવી છે.
ઇસ્લામીક સ્ટેટ સમૂહના બે સભ્યોને ઇસ્લામિક રિપબ્લિક વિરુધ્ધ હથિયારબંધ બળવાનો દોષી ઠેરવ્યા બાદ ફાંસી આપવામાં આવી છે. તેઓ ઇરાક અને સિરિયામાં જૂથની હાર બાદ બનેલ ઇસ્લામીક સ્ટેટના એક સેલ સાથે જોડાયેલા હતાં. જેઓએ ઇરાનની અંદર હુમલાની યોજના બનાવી હતી. અહેવાલમાં જણાવાયું છે કે તેઓ યોજનાનો અમલ કરે તે પહેલા ઇરાની સુરક્ષાદળોને ઇરાન સરહદ પાસે બામો પહાડી વિસ્તારમાં આ સેલના સ્થળની જાણકારી મળી ગઇ હતી. આ ઓપરેશન દરમિયાન કેટલાક ઉગ્રવાદીઓ માર્યા ગયા હતા અને કેટલાકની ધરપકડ કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં ઇરાન રિવોલ્યૂશનરી ગાર્ડના ત્રણ સભ્યો માર્યા ગયા છે.
આ સ્થળેથી હથિયાર, દારુગોળો અને અન્ય સાધનો મળી આવ્યાં છે.આ બન્નેને ઇસ્લામિક રિપબ્લિક વિરુધ્ધ સશસ્ત્ર બળવાના દોષી ઠેરવાયા હતા અને સુપ્રીમ કોર્ટે તેના મોતની સજા યથાવત રાખતાં ફાંસી આપવામાં આવી છે.
(4:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
