<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th November 2026

ઈઝરાયેલનો સનસનાટીભર્યો દાવો: ઈરાન હજુ પણ પરમાણુ બોમ્બ બનાવવાની ફિરાકમાં

સંરક્ષણ મંત્રીની ઘાતક ચેતવણી: ‘મિશન હજુ પૂરું નથી થયું’, હુથી અને હિઝબુલ્લાહ સાથે ભીષણ ટકરાવની આશંકા વચ્ચે અરેરાટી

નવી દિલ્હી:મધ્યપૂર્વના યુદ્ધમાં ઈરાન પર કરાયેલા ભયાનક હુમલાઓ બાદ પણ સંઘર્ષની આગ બુઝાવાનું નામ નથી લઈ રહી. ઈઝરાયેલના સંરક્ષણ મંત્રી ઈઝરાઈલ કાત્ઝે ભયાનક ખુલાસો કરતાં દાવો કર્યો છે કે ઈરાન હજુ પણ છૂપી રીતે પરમાણુ હથિયારો હાસિલ કરવાની કોશિશો અને કાવતરાં યથાવત્ રાખી રહ્યું છે. ઈઝરાયેલે ઈરાન અને તેના સાથી હિઝબુલ્લાહને આકરી ચેતવણી આપતાં આંતરરાષ્ટ્રીય સ્તરે ફરી ભયાનક ધડાકો સર્જાયો છે.
સંરક્ષણ મંત્રી ઈઝરાયેલ કાટ્ઝે કહ્યું કે, ગયા વર્ષથી અત્યાર સુધીમાં અમેરિકા અને ઈઝરાયેલે ઈરાન પર હુમલા કરવા છતાં તેના પરમાણુ હથિયારો બનાવવાના પ્રયત્નો હજુ ચાલુ છે. ઈઝરાયેલ માટે વાસ્તવિક જોખમ હવે ઊભું થયું છે. દરમિયાન ઈઝરાયેલની ચેનલ ૧૨એ એક રિપોર્ટમાં દાવો કર્યો હતો કે મોસાદે ૨૭ ઓક્ટોબરે ઈઝરાયેલમાં મતદાન પહેલાં જ ઈરાન પર હુમલા કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ અમેરિકાને આ ઓપરેશનની માહિતી મળી જતાં તેણે તેને અટકાવી દીધું હતું.
દરમિયાન ઈઝરાયેલના વિપક્ષના નેતા ગાદી આઈસનકોટે સેનાને ચેતવણી આપી છે કે નેતન્યાહુ પાસે કોઈ જનાદેશ નથી, તેથી સેનાએ તેમની 'રાજકીય જરૂરિયાતો' માટે યુદ્ધમાં ઉતરવું જોઈએ નહીં. જોકે, પૂર્વ સેના પ્રમુખ આઈસનકોટે અત્યાર સુધી ગાઝા, હિઝબુલ્લા કે ઈરાન પર હુમલાની નેતન્યાહુની યુદ્ધ સંબંધિ નીતિઓનું મોટાભાગે સમર્થન જ કર્યું છે.

 

(5:39 PM IST)