News of Tuesday, 8th September 2026
ઓઈલ અને ગેસ ક્ષેત્રે મહાકાય વિસ્ફોટક ધડાકોઃ અમેરિકા-ઈરાન યુદ્ધના ભયાનક અગનજ્વાળા વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પની સણસણતી ભવિષ્યવાણી:'ઓઈલ-ગેસના ભાવ બુસ્ટર સ્પીડે ક્રેશ થશે'
મિડલ ઈસ્ટમાં લોહિયાળ ટેન્શન અને યુદ્ધના કાળમુખા વાદળો વચ્ચે ટ્રમ્પનો માસ્ટરસ્ટ્રોક: કૂડ ઓઈલના ભાવમાં સટાકથી મસમોટો કડાકો બોલાવવાનો દાવોઃ ઈરાન સામેના કાળજું કંપાવનારા સંઘર્ષ વચ્ચે વૈશ્વિક અર્થતંત્રમાં ખળભળાટ:વિશ્વભરના તેલ માફિયાઓ અને બજારોમાં ધ્રૂજારી, ભયાનક સનસનાટી અને વિસ્ફોટક સન્નાટો

નવી દિલ્હી :અમેરિકા અને ઈરાન વચ્ચે ચરમસીમાએ પહોંચેલા કાળમુખા યુદ્ધ અને ભયાનક ટેન્શન વચ્ચે આખી દુનિયાના હોશ ઉડાડી દેતો એક અતિ-સનસનાટીભર્યો અને કાળજું કંપાવી દેતો મહા-વિસ્ફોટક ધડાકો સામે આવ્યો છે! મિડલ ઈસ્ટમાં લોહિયાળ સંગ્રામના ખેલ વચ્ચે અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ક્રૂડ ઓઈલ અને નેચરલ ગેસના ભાવને લઈને સણસણતી અને ચોંકાવનારી ભવિષ્યવાણી કરીને સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવી દીધો છે!
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર એક પોસ્ટ શેર કરીને વધતી ઊર્જાની કિંમતોને મિડલ ઈસ્ટના સંઘર્ષ સાથે જોડી છે. તેમણે દાવો કર્યો છે કે, ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકાનો વિજય થશે અને ત્યાર બાદ બજાર ફરી સ્થિર થઈ જશે. ટ્રમ્પે લખ્યું કે, 'ઈરાન સામે યુદ્ધ જીત્યા પછી ઓઇલની કિંમતો ઝડપથી નીચે આવશે. ગેસની કિંમત ઘટીને 3 ડૉલર પ્રતિ ગેલન થશે અને અંતે તે 2 ડૉલર પ્રતિ ગેલનથી પણ નીચે આવી જશે.' આ સાથે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, આ બધું ખૂબ ઝડપથી થશે અને ઈરાનને ક્યારેય પરમાણુ હથિયાર વિકસાવવા દેવામાં આવશે નહીં.
બીજી તરફ, અમેરિકા સાથે ચાલી રહેલા યુદ્ધ અને આર્થિક સંકટના કારણે ઈરાને પોતાના સૌથી મોટા ગેસ ગ્રાહકો માટે કિંમતોમાં વધારો કરી દીધો છે. અહેવાલો મુજબ, ઈરાન દ્વારા કરવામાં આવેલો આ બીજો ભાવવધારો છે. નવા નિયમ અનુસાર, 110 લીટર(29 ગેલન)ના માસિક ક્વોટાથી વધુ ઇંધણ ખરીદનાર ગ્રાહકોએ પ્રતિ લીટર 1,00,000 રિયાલ ચૂકવવા પડશે, જે ડિસેમ્બરની સરખામણીએ બમણી રકમ છે.
હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત 97.55 ડૉલર પ્રતિ બેરલ અને વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ(WTI) ક્રૂડની કિંમત લગભગ 93 ડૉલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે. આ સિવાય મરબાન ક્રૂડ(Murban Crude) પણ 3.40 ટકાના ઉછાળા સાથે 107 ડૉલર પ્રતિ બેરલની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે, જ્યારે ગેસની કિંમત 3 ડૉલર પ્રતિ ગેલન આસપાસ પહોંચી ગઈ છે.
(5:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
