<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th October 2026

અમેરિકાની ધરતી પરથી વિઝાના નિયમો કડક બનાવતા અને ગુજરાતીઓ સહીત લાખો વિદેશી પ્રોફેશનલ્સની ઊંઘ હરામ કરી દેતા અત્યંત વિસ્ફોટક, લોહીયાળ અને કાનના પડદા ફાડી નાખે તેવા મહા-સનસનાટીભર્યા ભાંડો ફોડઃ ટ્રમ્પ સરકાર દ્વારા એચ-૧બી વિઝા ફ્રોડ અને ગેરરીતિઓ સામે લાલ આંખ કરીને તેની પેનલ્ટી સીધી વધારીને આશ્ચર્યજનક રીતે ૨.૫૦ લાખ ડોલર કરી દેવામાં આવતા આખા અમેરિકા અને ગુજરાતની છાતીના પાટિયા બેસી ગયા છે

વિઝાના નામે ગોલમાલ કરતા એજન્ટો અને કંપનીઓની ખેર નહીં, ટ્રમ્પના આ અતિકઠોર, ખતરનાક અને હાઈ-વોલ્ટેજ વગાડેલા ડંકાથી યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (USCIS) અને વ્હાઈટ હાઉસના અધિકારીઓના ઉડી ગયા હોશઃ અમેરિકાથી લઈને ગુજરાતના ગામડાઓ સુધી મચી ગયો ભયાનક સનસનાટીભર્યો હાહાકાર

નવી દિલ્હી:અમેરિકાની સત્તા સંભાળતાની સાથે જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શાસનમાં ઇમિગ્રેશન અને વિઝા નિયમોને લઈને અત્યંત વિસ્ફોટક, લોહીયાળ અને ચૌંકાવનારો કિસ્સો સામે આવ્યો છે! અમેરિકામાં ટેકનોલોજી અને અન્ય ક્ષેત્રોમાં કામ કરવા માટે વિદેશી નાગરિકો દ્વારા મેળવવામાં આવતા લોકપ્રિય H-1B વિઝાના નિયમોમાં ભારે ફેરફાર કરવામાં આવ્યા છે. વિઝા મેળવવા માટે અથવા વિઝા પ્રોસેસિંગમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ, છેતરપિંડી કે ફ્રોડ આચરનાર કંપનીઓ અથવા વ્યક્તિઓ સામે હવે ટ્રમ્પ પ્રશાસને તલવાર લાંબી કરી દીધી છે. હવે આ વિઝા ફ્રોડ પકડાશે તો તે માટેની પેનલ્ટી વધારીને પૂરા ૨.૫૦ લાખ ડોલર સુધીની તોતિંગ રકમ કરી દેવામાં આવશે, જેનાથી મોંઘા વિઝા સપના જોનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
રિપ્રેઝન્ટેટિવ બેથ વાન ડુઇનની સાથે બીજા પાંચ રિપબ્લિકન પ્રતિનિધિઓએ પહેલી ઓક્ટોબર 2026ના રોજ આ બિલ રજૂ કર્યુ હતું. આ બિલ હાઉસની જ્યુડિસિયરી સમિતિ સમક્ષ મોકલાયું છે. મહત્ત્વની વાત એ છે કે આ દરખાસ્ત હજી કાયદો બની નથી. આ બિલ કોંગ્રેસ દ્વારા પસાર કરવામાં આવે અને પ્રમુખ દ્વારા સહી કરવામા આવે તેના પછી કાયદો બને છે. બિલ હાઉસની જ્યુડિશિયરી સમિતિને મોકલવામાં આવ્યું છે. 
મહત્ત્વની વાત એ છે કે આ બિલ હજી અમેરિન કાયદો બન્યું નીથી. તેથી કાયદો બનાવતા પહેલા કોંગ્રેસે તેને પસાર કરવો પડશે અને તેના પછી પ્રમુખ સહી કરશે ત્યારે કાયદો બનશે.જો કે ટ્રમ્પ તંત્રના આ નિર્ણયથી સૌથી વધુ વિપરીત અસર ભારતીયો પર પડશે. નવી કેટેગરી હેઠળ H-1B વિઝા હેટળ ગંભીર કેટેગરીના ગુના માટેના દંડની જોગવાઈ ૩૫ હજાર ડોલરથી વધારી સીધી 2.50 લાખ ડોલર કરી દેવામાં આવી છે. તેની જોડે-જોડે આ નિયમનો ભંગ કરનારી કંપની કે માલિક માટે પ્રતિબંધની જોગવાઈ ત્રણ મહત્તમ વર્ષથી વધારી 10 વર્ષ કરી છે.
આ ઉપરાંત વિવિધ કેટેગરીઓ માટેના દંડની રકમ પાંચ હજાર ડોલરથી વધારીને એક લાખ ડોલર સુધી કરવામાં આવે છે. જ્યારે પ્રોગ્રામમાંથી બાકાત રાખવાનો સમયગાળો બે વર્ષથી વધારીને પાંચ વર્ષ કરવામાં આવ્યો છે. વિઝા ફ્રોડની એક કેટેગરીમાં ૨50થી 2000 ડોલરનો દંડ હતો હવે ત્યાં હજારથી દસ હજાર ડોલરનો દંડ વસૂલાશે. 

 

(5:01 PM IST)