News of Tuesday, 14th April 2026
મોબાઈલ વાપરનારા સાવધાન! તમારા ફોનના આ ૩ સેટિંગ્સ હોઈ શકે છે જાસૂસ: અત્યારે જ કરો ફેરફાર નહીં તો પસ્તાવાનો વારો આવશે
તમારી અંગત વાતો અને લોકેશન પર ગઠિયાઓની નજર: 'લોકેશન હિસ્ટ્રી' થી લઈને 'માઈક્રોફોન એક્સેસ' સુધીની વિગતો લીક થવાની ભીતિ: પ્રાઈવસી બચાવવા માટે ફોલો કરો આ ૩ ગોલ્ડન ટિપ્સ: સાયબર માફિયાઓથી બચવાનો આ જ છે એકમાત્ર રસ્તો: સ્માર્ટ બનો અને સિક્યોરિટી સેટિંગ્સને કરો અપડેટ

નવી દિલ્હી : આજના સમયમાં સ્માર્ટફોન આપણી જિંદગીનો અભિન્ન હિસ્સો બની ગયો છે, પરંતુ શું તમે જાણો છો કે તમારી એક નાનકડી ભૂલ તમારી અંગત વિગતો દુનિયા સામે ઉઘાડી કરી શકે છે? અનેક એપ્સ તમારી જાણ બહાર તમારા કેમેરા, માઈક્રોફોન અને લોકેશનનો ડેટા ચોરી રહી હોય છે. જો તમે તમારી પ્રાઈવસીને લઈને ચિંતિત હોવ, તો તરત જ આ ૩ સેટિંગ્સ તપાસો:
૧. એપ પરમિશન પર લગામ લગાવો (App Permissions): ઘણી વખત આપણે ગેમ કે સામાન્ય એડિટિંગ એપ ડાઉનલોડ કરીએ છીએ, જે જરૂર વગર પણ તમારા 'કોન્ટેક્ટ્સ' કે 'માઈક્રોફોન'ની પરમિશન માંગે છે.
૨. લોકેશન હિસ્ટ્રી બંધ કરો (Turn Off Location History): ગૂગલ મેપ્સ કે અન્ય એપ્સ તમે ક્યાં જાવ છો, કેટલો સમય રોકાવ છો તેનો આખો ટ્રેક રાખે છે. આ ડેટા હેકર્સના હાથમાં જાય તો મોટું જોખમ થઈ શકે છે.
૩. પર્સનલાઈઝ્ડ એડ્સને કરો ડિસેબલ (Disable Ad Personalization): તમે શું સર્ચ કરો છો અને કોની સાથે શું વાત કરો છો તેના આધારે તમને જાહેરાતો દેખાય છે. આનો અર્થ એ છે કે કોઈ તમારી એક્ટિવિટી મોનિટર કરી રહ્યું છે.
નિયરબાય ડિવાઇસ સ્કેનિંગ બંધ કરો
તમારો ફોન નજીકના વાઇ-ફાઇ અને બ્લૂટૂથ ડિવાઇસને બંધ કર્યા હોવા છતાં પણ સ્કેન કરી શકે છે. આ ડેટા કલેક્શનની એક પદ્ધતિ પણ છે. આને રોકવા માટે Settings > Location > Location Services > Scanningમાં જઈને Wi-Fi અને Bluetooth Scanningને બંધ કરવું.
Google સ્થાન એક્યુરેસીને કન્ટ્રોલ કરો
આ સુવિધા તમારા લોકેશનને વધુ સચોટ બનાવવા માટે GPS ઉપરાંત Wi-Fi, Bluetooth અને મોબાઇલ નેટવર્કનો ઉપયોગ કરે છે. જો તમે તેને બંધ કરો છો, તો તમારું લોકેશન ટ્રેકિંગ થોડું ઓછું ચોક્કસ બનશે, પરંતુ તમારી ગોપનીયતામાં વધારો થશે. જો તેને બંધ કરવા ઈચ્છતા હોય તો, Settings > Location > Location Servicesમાં જઈને Location Accuracy બંધ કરી શકો છો.
બેકગ્રાઉન્ડ ડેટા વપરાશ પર રોક
ઘણી એપ્લિકેશનો બેકગ્રાઉન્ડમાં ડેટા મોકલવાનું અને પ્રાપ્ત કરવાનું ચાલુ રાખે છે, ભલે તમે તેનો સક્રિય ઉપયોગ ન કરતા હોવ. આને રોકવા માટે Settings > Appsમાં જઈને ચોક્કસ એપ્લિકેશન પસંદ કરીને Battery સેક્શન પર જઈને Restricted સેટ કરવું.
(5:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
