<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

મહત્વના સમાચારો.. ઉડતી નજરે.. : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બે દિવસની અમેરિકાની યાત્રા ઉપર વોશિંગ્ટન ડીસી પહોંચ્યા છે, તેઓ અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકી કેબિનેટના સભ્યો અને ઉદ્યોગ જગતના માંધાતાઓની સાથે મુલાકાત કરશે : આજે વોશિંગ્ટન ડીસીમાં વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી એલન મસ્ક સાથે મુલાકાત કરી શકે છે અને ભારતમાં સ્ટાર લિંકની એન્ટ્રી ઉપર ચર્ચાની સંભાવના : લોકસભામાં આજે નાણા મંત્રી નિર્મલા સુબ્રમણ્યમ નવો ઇન્કમટેક્સ ખરડો રજૂ કરી રહ્યા છે, તેનો ડ્રાફ્ટ તૈયાર થઈ ચૂક્યો છે : આજે સંસદમાં વકફ બોર્ડ સુધારણા ખરડા ઉપર જેપીસીનો રિપોર્ટ પણ રજૂ કરવામાં આવશે અને મોટો હંગામો મચે તેવી સંભાવના છે : પંજાબની શંભુ બોર્ડર ઉપર ખેડૂત આંદોલનને એક વર્ષ પૂરું થતું હોય આજે મહાપંચાયત યોજવામાં આવી રહી છે9:36 AM IST

દાહોદમાં પકડાયેલ ચાંદી અને રોકડ સહિત ૨ કરોડનો મુદ્દામાલ રાજકોટમાં કોને મંગાવેલ! ભારે ધમધમાટ : બોલેરો ગાડીમાં ડ્રાઈવરની સીટ નીચે ચોરખાનામાં ચાંદી તેમજ રોકડ રકમ સંતાડેલી હતી જે જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતીગુજરાત મધ્‍યપ્રદેશની બોર્ડર નજીક દાહોદ એસપી રાજદીપસિહ ઝાલાની ટીમ ત્રાટકી, ત્રણ સકંજામાં ઓજસ સ્‍પીડ કુરિયર કંપની મારફત પીકપ ટ્રકમાં માલ રાજકોટ ડીલીવર થાય તે પહેલાં તેનાં પર સતત વોચ રાખતી ટીમ દ્વારા માલ જપ્ત કરાયો ત્રણે આરોપીની પૂછપરછ અત્‍યારે ચાલુ છે, દૂધનું દૂધ પાણી થશેઃ અકિલા સાથે એસપી રાજદીપસિંહ ઝાલાની વાતચીત બોલેરો ગાડીમાં ડ્રાઈવરની સીટ નીચે ચોરખાનામાં ચાંદી તેમજ રોકડ રકમ સંતાડેલી હતી જે જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતીગુજરાત મધ્‍યપ્રદેશની બોર્ડર નજીક દાહોદ એસપી રાજદીપસિહ ઝાલાની ટીમ ત્રાટકી, ત્રણ સકંજામાં ઓજસ સ્‍પીડ કુરિયર કંપની મારફત પીકપ ટ્રકમાં માલ રાજકોટ ડીલીવર થાય તે પહેલાં તેનાં પર સતત વોચ રાખતી ટીમ દ્વારા માલ જપ્ત કરાયો ત્રણે આરોપીની પૂછપરછ અત્‍યારે ચાલુ છે, દૂધનું દૂધ પાણી થશેઃ અકિલા સાથે એસપી રાજદીપસિંહ ઝાલાની વાતચીત3:06 PM IST