News of Saturday, 15th August 2026
કુદરતનો કહેર: ઇન્ડોનેશિયામાં ૭.૭ ની તીવ્રતાના પ્રચંડ ભૂકંપથી ધરા ધ્રૂજી:સમુદ્રમાં રાક્ષસી મોજાં ઉછળવાની ભીતિથી સુનામીનું હાઈ એલર્ટ
મકાનો ધરાશાયી: રસ્તાઓમાં પડી ગઈ તિરાડો: એક પછી એક શક્તિશાળી આફ્ટરશોક્સથી ભયભીત લોકો ઘર છોડી ઊંચા પહાડી વિસ્તારો તરફ ભાગ્યા

નવી દિલ્હી :ઇન્ડોનેશિયામાં ભૂકંપના ભીષણ આંચકાથી મોટો વિનાશ સર્જાયો છે. રિએક્ટર સ્કેલ પર ૭.૭ ની અતિ વિનાશક તીવ્રતા ધરાવતા શક્તિશાળી ભૂકંપના કારણે સમગ્ર વિસ્તારની ધરતી ધ્રૂજી ઊઠી હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ દરિયાઈ વિસ્તારમાં ઊંડે હોવાના કારણે તાત્કાલિક ધોરણે તટીય વિસ્તારોમાં સુનામીનું ગંભીર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઇન્ડોનેશિયાના દરિયાકાંઠાના વિસ્તારમાં શનિવારે વહેલી સવારે 7.7 ની તીવ્રતાનો અત્યંત શક્તિશાળી ભૂકંપ અનુભવાયો છે. ભૂકંપના આ આંચકા બાદ સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને તુરંત જ સુનામીની ચેતવણી (Tsunami Alert) જાહેર કરવામાં આવી છે. ભૂકંપ બાદ પણ ધરા ધ્રૂજવાનો સિલસિલો યથાવત રહ્યો હતો અને સતત આફ્ટરશોક્સ નોંધાયા હતા. યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજિકલ સેન્ટર (EMSC) ના જણાવ્યા અનુસાર, આ ભૂકંપનું કેન્દ્ર સમુદ્રની અંદર 35 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. EMSC ના રિપોર્ટ મુજબ, સ્થાનિક સમય અનુસાર સવારે 4:58 વાગ્યે ભૂકંપનો મુખ્ય આંચકો રેકોર્ડ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તુરંત જ ઓછામાં ઓછા ત્રણ મોટા આફ્ટરશોક્સ (પછીના આંચકા) પણ અનુભવાયા હતા. સતત આવી રહેલા આંચકા દર્શાવે છે કે પૃથ્વીના પેટાળમાં હજુ પણ મોટી હલચલ ચાલી રહી છે, જેથી આગામી સમયમાં વધુ આંચકા આવવાની શક્યતા નકારી શકાતી નથી.
ભૂકંપનું કેન્દ્ર સમુદ્રમાં હોવાને કારણે ઇન્ડોનેશિયાની હવામાન અને ભૂભૌતિકી એજન્સી (BMKG) એ તાત્કાલિક ધોરણે દેશના દરિયાકાંઠાના કેટલાક વિસ્તારો માટે સુનામીનું એલર્ટ જાહેર કર્યું છે. એજન્સીની ટીમ હાલ સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને આ ભૂકંપની સૌથી વધુ અસર કયા વિસ્તારો પર થઈ શકે છે તેનું આંકલન કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ, ઓસ્ટ્રેલિયાની સુનામી ચેતવણી એજન્સીએ સ્પષ્ટતા કરી છે કે આ શક્તિશાળી ભૂકંપથી ઓસ્ટ્રેલિયાની મુખ્ય ભૂમિ, તેના ટાપુઓ કે અન્ય વિસ્તારોને સુનામીનો કોઈ જ ખતરો નથી, જેના કારણે ઓસ્ટ્રેલિયા માટે હાલ રાહતના સમાચાર છે.
(6:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
