<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

અમેરિકામાં કુદરતનો પ્રકોપ: આકાશી ભઠ્ઠીમાં શેકાઈ રહેલા સુપર પાવર દેશમાં ૧૧૫ ડિગ્રી જેવી જીવલેણ ગરમીથી હાહાકાર: કાળઝાળ હીટવેવના પગલે અડધાથી વધુ રાજ્યોમાં રેડ એલર્ટ

ગ્લોબલ વોર્મિંગની ભયાનક અસરોથી પૃથ્વી ત્રાહિમામ: હીટ-ડોમની અસરે હવામાન તંત્રને હચમચાવ્યું: લૂ અને હીટ સ્ટ્રોકથી હજારો લોકોના જીવ જોખમમાં મુકાતાં ઇમરજન્સી કેન્દ્રો શરૂ

નવી દિલ્હી: યુનાઇટેડ સ્ટેટ્સના નેશનલ વેધર સર્વિસ (NWS) અને ગ્લોબલ ક્લાઇમેટ મોનિટરિંગ ઓથોરિટીના સત્તાવાર હવામાન અહેવાલો મુજબ, સમગ્ર અમેરિકા હાલમાં ઇતિહાસની સૌથી ભયાનક અને જીવલેણ થર્મલ કટોકટીનો સામનો કરી રહ્યું છે. સત્તાવાર વિગતો અનુસાર, ટેક્સાસ, એરિઝોના અને કેલિફોર્નિયા સહિતના અડધાથી વધુ રાજ્યો (Meteorological Heat-Dome Phenomenon) ની પકડમાં આવી ગયા છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ અતિશય વધી જતાં ટેમ્પરેચર રેટિંગ (Thermal Catastrophe Index) ભયજનક રીતે ૧૧૫ ડિગ્રી ફેરનહીટની સપાટી વટાવી ચૂક્યું છે. આ અસહ્ય ગરમીના કારણે વીજળીની માંગ રેકોર્ડ સ્તરે પહોંચી છે અને પાવર ગ્રીડ ફેલ થવાનો ખતરો પેદા થયો છે. તબીબી વડાઓએ ચેતવણી આપી છે કે આ હીટવેવ સામાન્ય નથી, તે સીધી મનુષ્યના હૃદય અને મગજ પર અસર કરીને જીવ લઈ શકે છે. સરકારે જાહેર બગીચાઓ, સ્વિમિંગ પુલ અને એર-કંડિશન્ડ કુલિંગ સેન્ટરો ચોવીસ કલાક ખુલ્લા રાખવાનો આદેશ આપ્યો છે. પર્યાવરણવાદીઓ આ આપત્તિને ગ્લોબલ વોર્મિંગની કડવી વાસ્તવિકતા ગણાવી રહ્યા છે.

નેશનલ વેધર સર્વિસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપતા જણાવ્યું છે કે, દેશના પૂર્વીય બે-તૃતીયાંશ ભાગમાં આ જીવલેણ ગરમીનો પ્રકોપ જોવા મળશે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ હીટવેવ 4 જુલાઈ એટલે કે અમેરિકાના સ્વતંત્રતા દિવસના લોન્ગ વીકેન્ડ સુધી સતત ચાલુ રહેવાની આશંકા છે.

હવામાન વિભાગના મતે, ગરમીની ખરી ચિંતા માત્ર તાપમાન નથી પરંતુ 'હીટ ઇન્ડેક્સ' છે. હીટ ઇન્ડેક્સ એ એવું માપદંડ છે જેમાં વાસ્તવિક તાપમાનની સાથે હવામાં રહેલા ભેજને પણ ગણતરીમાં લેવાય છે. આથી જ થર્મોમીટરમાં ભલે તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ દેખાય, પણ માનવ શરીરને તે 46 ડિગ્રી જેટલું આકરું લાગશે. મોટાભાગના વિસ્તારોમાં હીટ ઇન્ડેક્સ 100થી 110 ડિગ્રી ફેરનહાઇટ અને કેટલાક સ્થળોએ 115 ડિગ્રી સુધી પહોંચી શકે છે.

હવામાન વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે આ વખતે લોકોને માત્ર દિવસ દરમિયાન જ નહીં, પરંતુ રાત્રિના સમયે પણ અસહ્ય ઉકળાટ સહન કરવો પડશે. અમેરિકાના ઘણા મુખ્ય શહેરોમાં રાતનું તાપમાન પણ 80 ડિગ્રી ફેરનહાઇટ એટલે કે આશરે 27 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાઈ શકે છે. રાત્રે પણ વાતાવરણ ઠંડુ ન થવાને કારણે લોકોમાં હીટ સ્ટ્રોક (લૂ લાગવી) અને ડિહાઇડ્રેશન (શરીરમાં પાણી ઘટી જવું)નું જોખમ અનેકગણું વધી જશે.

(5:35 PM IST)