<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th October 2026

અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાંથી માનવ જાતિને હચમચાવી નાખતો, રૂંવાડા ઊભા કરી દેતો અને કાનના પડદા ફાડી નાખે તેવો અત્યંત વિસ્ફોટક, લોહીયાળ અને સનસનાટીભર્યો હેલ્થ ડિઝાસ્ટર ભાંડો ફોડઃ ૧૯૯૧ પછીના ઇતિહાસનો સૌથી ખતરનાક અને ભયાનક 'ઓરી'નો પ્રકોપ ફાટી નીકળતા ન્યૂયોર્કમાં સત્તાવાર રીતે હેલ્થ ડિઝાસ્ટર ઇમર્જન્સી જાહેર કરી દેવાતા આખા વિશ્વની છાતીના પાટિયા બેસી ગયા

અમેરિકાની સ્વાસ્થ્ય પ્રણાલીને ઘૂંટણિયે પાડી દેનાર આ જીવલેણ સંક્રમણ અને બાળકોના સ્વાસ્થ્ય સામે તોળાઈ રહેલા મહાવિનાશક ખતરાથી ડબલ્યુએચઓ (WHO) અને અમેરિકન હેલ્થ એજન્સીઓના ઉડી ગયા હોશઃ ન્યૂયોર્કથી લઈને આખી દુનિયામાં મચી ગયો ભયાનક સનસનાટીભર્યો હાહાકાર.

નવી દિલ્હી:અવકાશી અને ટેક્નોલોજીની દુનિયા છોડીને હવે અમેરિકાના પાવરફુલ શહેર ન્યૂયોર્કમાંથી મેડિકલ જગતને હચમચાવી નાખતો અત્યંત વિસ્ફોટક કિસ્સો સામે આવ્યો છે! ન્યૂયોર્કમાં અતિ-ચેપી અને જીવલેણ ગણાતા 'ઓરી' (Measles) વાયરસે એવો તો ભરડો લીધો છે કે ૧૯૯૧ પછી ક્યારેય ન જોવા મળી હોય તેવી ભયાનક અને ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેના કારણે પ્રશાસને તાત્કાલિક ધોરણે 'હેલ્થ ડિઝાસ્ટર ઇમર્જન્સી' જાહેર કરવી પડી છે.
સત્તાવાર આદેશ અનુસાર, ન્યૂયોર્કમાં આ વર્ષે 3 ઓક્ટોબર સુધીમાં ઓરીના કુલ 108 કેસ નોંધાયા છે, જેમાંથી 18 કાઉન્ટીના ઓછા રસીકરણ વાળા ગ્રામીણ વિસ્તારોમાં 15 જુલાઈ પછી 92 કેસ સામે આવ્યા છે. આ કેસો સામાન્ય વાર્ષિક સરેરાશ કરતા ઘણા વધારે છે. આમાંથી 7 કેસ ન્યૂયોર્ક સિટીમાં અને 101 કેસ રાજ્યના અન્ય વિસ્તારોમાં નોંધાયા છે. સ્થાનિક આરોગ્ય વિભાગ દ્વારા 15 જુલાઈથી ગ્રામીણ વિસ્તારોમાં 1,000 થી વધુ MMR રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
ગવર્નરે જણાવ્યું હતું કે, "રસી દ્વારા રોકી શકાય તેવા રોગથી કોઈ પણ વ્યક્તિ ગંભીર રીતે બીમાર ન પડવી જોઈએ કે તેનું મૃત્યુ ન થવું જોઈએ." પડોશી રાજ્ય પેન્સિલવેનિયામાં પણ આ રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે, જ્યાં 2 ઓક્ટોબર સુધીમાં 977 કેસ અને 5 મૃત્યુ નોંધાયા છે. પેન્સિલવેનિયામાં કુલ કેસ હવે 1,000 ને પાર થઈ ગયા છે. જે છેલ્લા ત્રણ દાયકામાં રાજ્યનો સૌથી મોટો ફાટી નીકળેલો પ્રકોપ છે. સીડીસી (CDC) મુજબ, 1991 પછી આ વર્ષ અમેરિકા માટે ઓરીની દ્રષ્ટિએ સૌથી ખરાબ વર્ષ સાબિત થઈ રહ્યું છે, જેમાં દેશભરમાં લગભગ 3,900 કેસ નોંધાયા છે.

 

(4:43 PM IST)