<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th June 2026

હવે ભાડે મળશે ‘મનગમતો સાથી', હરવા-ફરવાની પડી જશે મોજ!

ગજબ કહેવાય આતો! ખરીદી કરવી હોય કે ફિલ્‍મ જોવી હોય હવે પૈસા આપીને ભાડે મેળવો મનગમતો સાથી! : ચીનમાં હાલમાં ‘રેન્‍ટ-એ-કમ્‍પેનિયન' એટલે કે ભાડેથી સાથી મેળવવાની સેવા ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે

બીજીંગ,તા.૧૦: દુનિયા ટેક્રોલોજીની બાબતમાં જેટલી આગળ વધી રહી છે, માણસ એટલો જ અંદરથી એકલો પડી રહ્યો છે. ખાસ કરીને યુવા પેઢીમાં ડિપ્રેશન અને એકલતાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ વૈશ્વિક સમસ્‍યાનો ચીને એક અનોખો અને વ્‍યાપારી રસ્‍તો શોધી કાઢ્‍યો છે. ચીનમાં હાલમાં 'રેન્‍ટ-એ-કમ્‍પેનિયન' એટલે કે ભાડેથી સાથી મેળવવાની સેવા ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે. અહીં લોકો શોપિગ કરવા, સિનેમા હોલમાં મૂવી જોવા, રેસ્‍ટોરન્‍ટમાં જમવા કે લાંબી મુસાફરી કરવા માટે રોકડ રકમ આપીને પાર્ટનર કે મિત્ર ભાડે લઈ રહ્યા છે.

આજની આ તેજ રફતાર જિદગીમાં લોકો પૈસાથી તો અમીર થઈ રહ્યા છે, પરંતુ સંબંધો અને પોતાનાપણથી દૂર થતા જઈ રહ્યા છે. મોટા શહેરોની ઝાકઝમાળ વચ્‍ચે ઘણા લોકો એવા છે જેમની પાસે સારી નોકરી, પૈસા અને સુવિધાઓ તો છે, પરંતુ સાથે બેસીને વાત કરવા વાળું કોઈ નથી. કદાચ આ જ કારણ છે કે, હવે એકલતા પણ એક મોટો બિઝનેસ બનતી જઈ રહી છે. ચીનમાંથી સામે આવેલા એક સમાચાર ખૂબ ચર્ચામાં છે, જ્‍યાં લોકો હવે દોસ્‍તી અને સાથ નિભાવવા માટે ભાડેથી સાથી બુક કરી રહ્યા છે. હકીકતમાં ચીનમાં ઝડપથી બદલાતી લાઈફસ્‍ટાઈલ અને કામના વધતા દબાણે લોકોને ઈમોશનલ રીતે ખૂબ એકલા કરી દીધા છે. ત્‍યાંના ઘણા યુવાનો હવે લગ્ન અને સંબંધોથી અંતર જાળવી રહ્યા છે. લોકો કલાકો સુધી ઓફિસમાં કામ કરે છે અને તેમની પાસે પરિવાર કે મિત્રો માટે સમય બચતો નથી. આવી સ્‍થિતિમાં હવે એક નવો ટ્રેન્‍ડ ઝડપથી વધી રહ્યો છે, જેને 'કમ્‍પેનિયનશિપ ઇકોનોમી' કહેવામાં આવી રહ્યો છે. આ ટ્રેન્‍ડ હેઠળ લોકો પૈસા આપીને એવા સાથી બુક કરે છે જે તેમની સાથે ફરવા જાય, જમે ફિલ્‍મ જુએ અથવા માત્ર વાતચીત કરે. આ સંબંધ પ્રેમ કે લગ્ન જેવો હોતો નથી, પરંતુ કેટલાક કલાકો માટે સાથ નિભાવવા જેવો હોય છે.

 રિપોર્ટ અનુસાર, ચીનમાં ઘણા ઓનલાઇન પ્‍લેટફોર્મ એવા લોકોને જોડી રહ્યા છે જેમને સાથ જોઈએ છે અને જેઓ પૈસા લઈને સાથ આપવા માટે તૈયાર છે. કોઈ શોપિગ પર સાથે જાય છે, કોઈ કોફી પીવા, તો કોઈ એકલા ટ્રાવેલ ન કરવા માટે સાથી બુક કરે છે. રસપ્રદ વાત એ છે કે, આ માત્ર યુવાનો સુધી મર્યાદિત નથી. ઘણા વૃદ્ધ લોકો પણ એકલતાથી બચવા માટે આ પ્રકારની સેવાઓનો ઉપયોગ કરી રહ્યા છે.

ચીનમાં આ બિઝનેસ હવે હજારો કરોડ રૂપિયા સુધી પહોંચી ચૂક્‍યો છે. ઘણી નાની કંપનીઓ થોડા જ વર્ષોમાં મોટી બની ગઈ છે. એક રિપોર્ટ અનુસાર, કેટલાક સ્‍ટાર્ટઅપ્‍સમાં કર્મચારીઓની સંખ્‍યા ૧૦થી વધીને સેંકડો સુધી પહોંચી ગઈ છે. આનાથી સાફ થાય છે કે, લોકો વચ્‍ચે ઈમોશનલ જોડાણની જરૂરિયાત કેટલી ઝડપથી વધી રહી છે. પહેલા લોકો સોશિયલ મીડિયા પર મિત્રો શોધતા હતા, પરંતુ હવે લોકો અસલ જિદગીમાં કોઈનો સાથ ઈચ્‍છે છે, ભલે તેના માટે પૈસા જ કેમ ન ચૂકવવા પડે. આ જ કામ સાથે જોડાયેલા એક વ્‍યક્‍તિએ જણાવ્‍યું કે, થોડા મહિના પહેલા જ તેને ખબર પડી કે લોકો સાથે ટ્રાવેલ કરીને પણ પૈસા કમાઈ શકાય છે. ત્‍યારબાદ તે પણ આ કામમાં જોડાઈ ગયો. હવે તે લોકોનો સાથી બનીને દર મહિને સારી કમાણી કરી રહ્યો છે. રિપોર્ટ મુજબ, તે મહિનામાં આશરે ૫૦થી ૭૦ હજાર રૂપિયા સુધી કમાઈ લે છે.

નિષ્‍ણાતો માને છે કે, મોટા શહેરોની જિદગીમાં લોકો ધીમે-ધીમે એકલા થતા જઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર હજારો મિત્રો હોવા છતાં અસલી જિદગીમાં લોકો પાસે વાત કરવા વાળું કોઈ હોતું નથી. આ જ કારણ છે કે, હવે લોકો પૈસાથી સાથ ખરીદવા માટે પણ તૈયાર છે. જોકે, કેટલાક લોકો આને સમયની જરૂરિયાત માની રહ્યા છે, તો કેટલાક લોકો આને સમાજ માટે ચિંતાની બાબત ગણાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે, જો માણસને દોસ્‍તી અને વાતચીત માટે પણ પૈસા ખર્ચવા પડે, તો આ સંબંધોમાં વધતા અંતરનો સંકેત છે. ચીનમાં શરૂ થયેલો આ ટ્રેન્‍ડ હવે દુનિયાના અન્‍ય દેશોમાં પણ ચર્ચાનો વિષય બની રહ્યો છે

(10:03 AM IST)