<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

પાકિસ્તાન ‘ટીપે-ટીપે’ તરસેશે: હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતા પાડોશી દેશમાં હાહાકાર: માત્ર ૫ થી ૭ દિવસનો જ તેલનો સ્ટોક બચ્યો

ભિખારી પાકિસ્તાન હવે ‘અંધારા’ માં જશે: યુદ્ધના ભણકારા વચ્ચે તેલનો સપ્લાય કપાતા ઈસ્લામાબાદમાં ફફડાટ:જો એક અઠવાડિયામાં ટેન્કર નહીં આવે તો આખો દેશ ‘જામ’ થઈ જશે: પેટ્રોલ પંપો પર અત્યારથી જ લાંબી લાઈનો: અર્થતંત્રનો ભઠ્ઠો બેસી જવાની અણીએ:શું પાકિસ્તાન ફરી ઘૂંટણિયે પડશે?

નવી દિલ્હી: ઈરાન અને પશ્ચિમી દેશો વચ્ચે વધતા તણાવને પગલે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાની ભીતિએ પાકિસ્તાનની ઉંઘ હરામ કરી દીધી છે. દુનિયાભરના દેશો પાસે તેલનો બફર સ્ટોક હોય છે, પરંતુ આર્થિક કંગાળિયત સામે ઝઝૂમતા પાકિસ્તાન પાસે હવે માત્ર ૫ થી ૭ દિવસ ચાલે તેટલો જ ક્રૂડ ઓઈલનો જથ્થો બાકી રહ્યો હોવાના અહેવાલો છે. હોર્મુઝનો માર્ગ બંધ થતા પાકિસ્તાનનો તેલ પુરવઠો સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે.

આ સંકટનું મુખ્ય કારણ મધ્ય પૂર્વમાં ઈરાન અને અમેરિકા વચ્ચે વધતો તણાવ છે. ઈરાને વ્યાપારી જહાજો માટે હોર્મુઝ સ્ટ્રેટનો દરિયાઈ માર્ગ લગભગ બંધ કરી દીધો છે, જ્યાંથી દુનિયાનું 20% ક્રૂડ ઓઇલ પસાર થાય છે. પાકિસ્તાન પોતાની ઊર્જા જરૂરિયાતો માટે મુખ્યત્વે સાઉદી અરેબિયા અને કુવૈત જેવા ખાડી દેશો પર નિર્ભર હોવાથી સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. વધતા જોખમને કારણે ઓઇલ લાવતા જહાજોના વીમાના દરો પણ 30,000 ડૉલરથી વધીને 4,00,000 ડૉલર સુધી પહોંચી ગયા છે, જેના કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચ્યા છે.

આ કપરી પરિસ્થિતિમાં ઇંધણ બચાવવા માટે શાહબાઝ શરીફ સરકાર દેશમાં 'કોવિડ કાળ' જેવા કડક નિયમો લાગુ કરવા પર વિચાર કરી રહી છે. પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા માટે શાળાઓ અને કોલેજો બંધ કરી શિક્ષણ ફરી ઓનલાઇન મોડ પર લઈ જવાની તેમજ સરકારી અને કોર્પોરેટ ઓફિસોમાં 'વર્ક ફ્રોમ હોમ' આપવાની યોજના છે. આ ઉર્જા સંકટને કારણે મોંઘવારીમાં મોટો ઉછાળો આવવાની શક્યતા છે, જે પાકિસ્તાનની પહેલેથી જ ખખડધજ થયેલી અર્થવ્યવસ્થા માટે અત્યંત ઘાતક સાબિત થઈ શકે છે.

(6:26 PM IST)