News of Wednesday, 15th April 2026
સોશિયલ મીડિયાના 'ઝેર' સામે વાલીઓનું સંગઠિત અભિયાન: ભારતના ૭૫ ટકા માતા-પિતા બાળકો પર 'બેન' મૂકવા તૈયાર: મોબાઈલનું વળગણ તોડવા જંગ
બાળપણને બચાવવા માટેનો મોટો હૂંકાર: "હવે બહુ થયું" - મોબાઈલના સ્ક્રીન એડિક્શનથી વાલીઓ પરેશાન, શું સરકાર લાવશે કડક કાયદો? રીલ્સ અને શોર્ટ વીડિયોની લતને કારણે બાળકોના શિક્ષણ-સંસ્કાર પર ખતરો: સર્વેના ચોંકાવનારા પરિણામોએ તંત્રને પણ વિચારતા કરી દીધા:શું હવે ૧૮ વર્ષથી નીચેના બાળકો માટે ઈન્ટરનેટના દરવાજા બંધ થશે?

નવી દિલ્હી: ભારતમાં સ્માર્ટફોન અને ઈન્ટરનેટના અતિશય વપરાશને કારણે બાળકોના શારીરિક અને માનસિક વિકાસ પર ગંભીર અસરો પડી રહી છે. તાજેતરમાં કરવામાં આવેલા એક રાષ્ટ્રીય સર્વેક્ષણમાં ચોંકાવનારી વિગત સામે આવી છે કે, દેશના ૭૫ ટકાથી વધુ વાલીઓ હવે એવું માને છે કે બાળકો માટે સોશિયલ મીડિયા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ. વાલીઓનો આરોપ છે કે સોશિયલ મીડિયા માત્ર સમયનો બગાડ નથી, પણ તે બાળકોને ખોટા રસ્તે દોરી રહ્યું છે.
સર્વે મુજબ, મોટાભાગના વાલીઓ કબૂલ કરે છે કે મોબાઈલના કારણે બાળકો મેદાની રમતોથી દૂર થયા છે અને તેમનો સ્વભાવ વધુ ચિડિયો અને એકલવાયો બની રહ્યો છે. સાયબર બુલિંગ, અશ્લીલ સામગ્રી અને 'ઓનલાઈન ગેમ્સ' ના જોખમોને કારણે વાલીઓમાં ભારે ડર પેઠો છે. અનેક વાલીઓએ તો ત્યાં સુધી કહ્યું છે કે જો સરકાર સોશિયલ મીડિયા એપ પર વય-મર્યાદાના કડક નિયમો લાવે તો તેઓ તેને પૂરો ટેકો આપશે. આ રિપોર્ટ બાદ હવે શિક્ષણ વિભાગ અને આઈટી મંત્રાલય આગામી દિવસોમાં કોઈ મોટો નિર્ણય લે તેવી શક્યતા છે.
આ રિસર્ચ એવા સમયે કરવામાં આવ્યું છે જ્યારે ઓસ્ટ્રેલિયા પછી અન્ય કેટલાક દેશો પણ ૧૬ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાનું વિચારી રહ્યાં છે.
ભારતમાં જનરેશન ઝેડનાં મોટા ભાગનાં જવાબ આપનારાઓ (૭૩ ટકા)એ પણ આ પ્રકારનાં પ્રતિબંધને સમર્થન આપ્યું છે. જે સર્વેમાં સામેલ તમામ દેશોમાં સૌથી વધારે છે.
રિસર્ચમાં એ વાત પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે આ વાત એટલા માટે પણ ખાસ છે કારણકે આ પ્રથમ એવી પેઢી છે જે બાળપણથી જ સોશિયલ મીડિયા સાથે સંકળાયેલી છે.
આ રિસર્ચમાં સામેલ દેશોમાં ભારત, આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝીલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જાપાન, કેન્યા, મલેશિયા, નાઇજિરિયા, સ્વીડન, યુએઇ, યુકે અને યુએસ સામેલ હતાં.
મલેશિયા, ભારત અને ફ્રાન્સ સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવા માટે સૌથી આગળ હતાં ત્યાં જ જાપાનમાં આ યાદીમાં સૌથી છેલ્લે છે. ત્યાં ૩૮ ટકા માતા-પિતાએ ૧૬ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાની તરફેણ કરી હતી.
(5:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
