<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

દુકાનમાં રંગે હાથ પકડાયેલા બે ચોરોને લોકોએ બ્રાઉન ટેપથી લપેટીને પોલીસને હવાલે કર્યા

જાર્કાતા,તા.૦૩: ઇન્‍ડોનેશિયામાં બે યુવાનો એક દુકાનમાં ચોરી કરવા ઘૂસ્‍યા ત્‍યારે આસપાસના રહેણાક વિસ્‍તારના જાગૃત લોકોએ તેમને રંગેહાથ પકડી લીધા હતા. લોકોએ ચોરને પકડીને મારપીટ કરવાને બદલે તેને બાંધી રાખ્‍યા હતા. પોલીસને આવતા વાર થાય એવું લાગતાં ચોરો ભાગી ન જાય એ માટે લોકોએ બન્ને ચોરોને નખશિખ બ્રાઉન ટેપમાં લપેટી લીધા હતા. માત્ર બે આંખો, નાક અને મોં જ ખુલ્‍લા રહે એ રીતે બાંધીને તેમને ખુરસીમાં બેસાડી દીધા હતા. એકના માથે તો એન્‍ટેના જેવી ટેપ પણ બહાર કાઢી હતી અને પોલીસો તેને એન્‍ટેનાથી ઊંચકીને લઈ ગયા હતા.

(2:38 PM IST)