News of Wednesday, 27th May 2026
યુરોપમાં અંગ દઝાડતી ગરમીનો પ્રકોપઃ ૧૦ના મોત

લંડન તા.૨૭: પશ્ચિમી યુરોપના મોટાભાગના વિસ્તારોમાં મે મહિનામાં આકરા હીટ વેવના કારણે તાપમાનના દાયકાઓ જૂના રેકોર્ડ તૂટી જતાં લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. ગરમીના આ પ્રકોપને પગલે સ્થાનિક સરકારોએ ચેતવણી જારી કરી છે. ગરમીથી બચવા જળાશયોમાં ન્હાવા પડેલા બ્રિટન અને ફ્રાન્સના આશરે ૧૦ લોકોના ડૂબી જવાથી મોત નીપજ્યાના અહેવાલ છે. હવામાન વિભાગ અનુસાર, મંગળવારે દ.ઇંગ્લેન્ડમાં પારો ૩૫ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. યુકેના ઇતિહાસમાં સોમવાર, મે મહિનાનો અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો.
(10:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
