<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

જર્મનીમાં નરાધમ ડૉક્ટરનું પાપ: ૧૨ વર્ષ સુધી ૧૦૦થી વધુ માસૂમ બાળકો પર ગુજાર્યો સિતમ, હેવાનિયતની તમામ હદો પાર

મેડિકલ જગત કલંકિત: તપાસના બહાને બાળકોને શિકાર બનાવતો હતો આ શૈતાન:ઘૃણાસ્પદ કરતૂતોના વીડિયો પણ બનાવ્યા: ઇન્ટરપોલ અને ગ્લોબલ એજન્સીઓના ઓપરેશનમાં આખરે હવસખોર ડૉક્ટર ઝડપાયો, દુનિયાભરમાં ભારે આક્રોશ

નવી દિલ્હી: જર્મનીમાંથી એક એવી હૃદયદ્રાવક અને કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે, જેણે વૈશ્વિક સ્તરે તબીબી જગતને શરમજનક સ્થિતિમાં મૂકી દીધું છે. એક હોસ્પિટલમાં ફરજ બજાવતા પીડિયાટ્રિશિયન (બાળકોના ડૉક્ટર) દ્વારા છેલ્લા ૧૨ વર્ષથી સારવાર અને ચેકઅપના બહાને ૧૦૦થી વધુ અસહાય અને માસૂમ બાળકો પર ડિજિટલ અને શારીરિક દુષ્કર્મ આચરવામાં આવતું હોવાનો પર્દાફાશ થયો છે. આ નરાધમની કરતૂતો એટલી વિકૃત હતી કે તે પોતાના આ પાપનું રેકોર્ડિંગ પણ કરતો હતો.
અહેવાલો અનુસાર, 46 વર્ષીય આરોપી ડૉક્ટર પર આરોપ છે કે તેણે બ્રાન્ડેનબર્ગના એક ક્લિનિકમાં ફરજ પર હોવા છતાં નિર્દોષ બાળકોને નિશાન બનાવ્યા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે, આ શરમજનક કૃત્યો ડિસેમ્બર 2013માં શરૂ થયા હતા અને છેક 5 નવેમ્બર 2025 સુધી સતત ચાલતા રહ્યા હતા. ડૉક્ટર પર બાળકો વિરુદ્ધ અત્યાચારના ઓછામાં ઓછા 130 અલગ-અલગ ગુનાઓ નોંધવામાં આવ્યા છે.
નવેમ્બર 2025માં આ ડૉક્ટરના પાપનો ઘડો ભરાયો હતો. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી એક નાની બાળકની માતાને ડૉક્ટરની હિલચાલ પર શંકા ગઈ હતી. સતર્ક માતાએ વિલંબ કર્યા વિના પોલીસને જાણ કરી, જેના આધારે નવેમ્બર 2025માં જ ડૉક્ટરની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસ તપાસ દરમિયાન આરોપીના ઘરેથી અનેક ડેટા સ્ટોરેજ ડિવાઇસ મળી આવ્યા હતા. આ ઉપકરણોની તપાસ કરતા પોલીસને એવા પુરાવા મળ્યા જેણે માતાના આરોપોને મજબૂત સમર્થન આપ્યું હતું અને ડૉક્ટરની વિકૃત માનસિકતા ખુલ્લી પાડી હતી.

 

(5:43 PM IST)