News of Tuesday, 9th June 2026
માર્કેટમાં આવી અનોખી અંડરવિયરઃ પત્નીની ફિંગરપ્રિન્ટથી ખુલશે
ભારે કરી! હવે કોઈ પુરુષો દગો આપી શકશે નહીં

ટોક્યો,તા.૯: જાપાને ફરી એક વાર અનોખી ટેકનોલોજીથી દુનિયાને ચોંકાવી દીધી છે. આ વખતે આવિષ્કાર છે પુરુષો માટે સ્પેશિયલ અંડરવિયર, જેમાં લાગેલી છે ફિગરપ્રિન્ટ લોક. આ ચડ્ડી ન ફક્ત રજિસ્ટર્ડ પાર્ટનરની ફિગરપ્રિન્ટથી ખુલશે, પણ બીજો કોઈ વ્યક્તિ પણ તેને ખોલી શકશે નહીં.
આ અનોખી પ્રોડક્ટે સોશિયલ મીડિયા પર હાહાકાર મચાવી દીધો છે. જાપાનના એક ઇન્વેન્ટરે આ સ્માર્ટ અંડરવિયર બનાવી છે. તેમાં લાગેલી બાયોમેટ્રિક ક્લેપ એકદમ સીલ રહે છે. ખાલી જે મહિલાની ફિગરપ્રિન્ટ રજિસ્ટર્ડ હશે, તે જ તેને ખોલી શકશે. આવિષ્કારકનું કહેવું છે કે આ પ્રોડક્ટ રિલેશનશિપમાં દગો અને આડા સંબંધોને રોકવા માટે બનાવી છે. હવે પુરુષો જ્યાં ત્યાં લપસી શકશે નહીં.
સોશિયલ મીડિયા પર આ સમાચાર વાયરલ થતાં જ લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક તરફ લોકો તેને સ્માર્ટેસ્ટ રિલેશનશિપ આઈડિયા ગણાવી રહ્યા છે. મહિલાઓ તેના ખૂબ વખાણ કરી રહી છે અને કહી રહી છે કે આખરે એક આવી પ્રોડક્ટ આવી છે, જે વિશ્વાસઘાતને રોકી શકશે. વળી બીજી તરફ પુરુષો તેને ગાંડપણ, પ્રાઈવસીનું હનન અને આધુનિક જેલ ગણાવી રહ્યા છે. કેટલાય યુઝર્સે લખ્યું છે કે જો આટલી શંકા હોય તો રિલેશનશિપ જ શું કામ રાખવો? આ અંડરવિયર ન ફક્ત લોક છે, પણ ખૂબ જ કમ્ફર્ટેબલ અને રોજિદા ઉપયોગ માટે ડિઝાઈન કરી છે. કંપનીનો દાવો છે કે આ સામાન્ય અંડરવિયર જેટલી જ સોફટ અને બ્રીથેબલ છે. ફિગરપ્રિન્ટ સેન્સર બેટરીથી ચાલે છે અને લાંબા સમય સુધી ચાર્જ રહે છે. જો બેટરી ડિસ્ચાર્જ થઈ જાય તો ઇમરજન્સી મોડમાં મેન્યુઅલ રીતથી પણ ખોલી શકાશે. પણ તેમાં પાર્ટનરની સહમતિ જરુરી છે.
નિષ્ણાતોનું કહેવું છે કે આ આવિષ્કાર રિલેશનશિપ ડાયનામિક્સમાં મોટા બદલાવના સંકેત છે. આજકાલ વધતા બ્રેકઅપ, ચીટિગ અને ટ્રસ્ટ ઇશ્યૂઝના કારણે લોકો આવી ટેકનોલોજી પ્રોડક્ટ્સ તરફ આકર્ષિત થઈ રહ્યા છે. પહેલા ચેસ્ટિટી બેલ્ટ જેવી વસ્તુઓ ખાલી ફેંટસી અથવા BDSM કમ્યુનિટી સુધી મર્યાદિત હતા, પણ ટેક્રોલોજીએ તેને મેનસ્ટ્રીમ બનાવી દીધા છે. જાપાનમાં આ પ્રોડક્ટ માર્કેટમાં આવતા જ વેચાણથી મળી રહી છે. કિમત હાલમાં જાહેર કરવામાં નથી આવી. પણ આશા છે કે આ મોંઘી હશે, કેમ કે તેમાં બાયોમેટ્રિક ટેકનોલોજી લાગેલી છે. કંપનીએ જણાવ્યું કે, પહેલી બેચમાં ખૂબ જ સારી ડિમાન્ડ આવી છે. ભારતમાં આ ખબર ખૂબ વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર ભારતીય યુઝર્સ પોતાનો મત રજૂ કરી રહ્યા છે. કેટલીય છોકરીઓ કહી રહી છે કે ભારતમાં પણ તેને લોન્ચ કરો, અમે પહેલા ઓર્ડર કરીશું. જ્યારે છોકરાઓ તેને અમાનવીય ગણાવી રહ્યા છે.
(10:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
