News of Monday, 26th October 2026
ફ્રાંસમાં ક્રાંતિકારી દાવમાં ભયાનક દાવાનળ: પેરિસ સહિત આખા દેશમાં વ્યાપક તોફાનો અને લોહિયાળ હિંસાનો વિસ્ફોટ: પોલીસનો સપાટો: ૧૦૦૦થી વધુ ઉપદ્રવીઓની ધડાધડ ધરપકડ
વિરોધ પ્રદર્શનોએ લીધું રૌદ્ર સ્વરૂપ: માર્ગો પર વાહનોને આગ ચાંપી સરેઆમ તોડફોડ અને પથ્થરમારો થતાં રાષ્ટ્રપતિ ભવનથી લઈને પ્રજાના છાતીના પાટિયા બેસી ગયા

નવી દિલ્હી:યુરોપના પ્રમુખ દેશ ફ્રાંસમાંથી આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ મચાવી દેતા અને વિશ્વભરને ચોંકાવી દેતા ખૌફનાક સમાચાર સામે આવ્યા છે. સમગ્ર ફ્રાંસ દેશમાં ફરી એકવાર વ્યાપક તોફાનો, હિંસા અને અરાજકતાનો ભયાનક સપાટો બોલી ગયો છે. ફ્રાંસની રાજધાની પેરિસ સહિત અનેક મોટા શહેરોમાં અચાનક સળગી ઉઠેલા હિંસક વિરોધ પ્રદર્શનોએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. ઉશ્કેરાયેલા હિંસક તોફાનીઓના ટોળાએ સરેઆમ શેરીઓ અને માર્ગો પર ઉતરી આવી સરકારી તેમજ ખાનગી મિલકતો, દુકાનો અને વાહનોમાં સટાસટ તોડફોડ કરી આગચંપી શરૂ કરી દેતાં સમગ્ર દેશમાં ભારે હાહાકાર મચી ગયો છે.
વાસ્તવમાં શાળાઓની જર્જરિત હાલત, શિક્ષકોની કમી, શાળાઓમાં થયેલા ભારે ફી વધારા સામે ગત સપ્તાહે વિદ્યાર્થીઓએ શરૂ કરેલાં આંદોલનમાં પછીથી જનસામાન્ય પણ જોડાયા હતા. તેથી જીવન જરૂરિયાતની ચીજોના સતત વધી રહેલા ભાવ શિક્ષણમાં ઊંચા ખર્ચા, ગેસ (ઉર્જા) અને વીજળીના ભાવ તથા રોજીંદા વપરાશની ચીજોના ઉંચા ભાવ સાથે સતત વધી રહેલી આર્થિક અસમાનતા સામે જનઆક્રોશ ભભૂકી ઊઠયો છે. આ સામે 'બ્લેક શર્ટસે' પડકાર ફેંક્યો છે. આ બ્લેક શર્ટસ જ રમખાણો ચગાવે છે, તેમ સત્તાવાળાઓનું કહેવું છે. સપ્તાહાંતથી શરૂ થયેલા આ તોફાનો એટલા વ્યાપક બન્યાં હતાં કે દેશના જુદાં જુદાં શહેરોમાં મળી સરકારને ૭૦,૦૦૦ પોલીસ ગોઠવવી પડી હતી. એટલા મોટા પાયે પથ્થરબાજી શરૂ થઈ હતી કે પોલીસને બખ્તરિયા ગાડીઓમાં રમખાણકારો સામે પહોંચવું પડયું હતું. ફ્રાંસનાં આંતરિક બાબતો અંગેનાં મંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં કુલ મળી આશરે ૪,૧૦,૦૦૦ જેટલા લોકો રમખાણોમાં જોડાયા હતા પરંતુ જનતાના નેતાઓએ કહ્યું હતું કે દેશભરમાં મળી ૮ લાખથી વધુ લોકો અમારી સાથે વિરોધ પ્રદર્શનોમાં જોડાયેલા છે. એક માત્ર પેરિસમાં જ ૧,૧૦,૦૦૦થી ૨,૫૦,૦૦૦ જેટલા લોકો જોડાયા હતા. સંખ્યા પછીથી વધી હતી અને ૨,૫૦,૦૦૦ પહોંચી હતી.
રમખાણો હવે માર્સીલે, લીયોન, બોર્ડોકસ, લીલે, તોલોઝ, ઓન્ટેપેલીયર અને નાન્તેઝમાં પણ પ્રસર્યા હતા. પેરિસમાં શરૂમાં તો દેખાવકારોની કૂચ શાંતિપૂર્વકની હતી, પરંતુ કૂચ પૂરી થવા આવી ત્યાં દેખાવકારો તોફાને ચઢ્યા. પોલીસે પહેલાં ટોળાંને રોકવા સોટીમાર શરૂ કર્યો પછી ટીયરગેસ છોડયા છતાં તોફાનો કાબુ બહાર જતાં વોટર-કેનનનો ઉપયોગ કર્યો હતો.
પછીથી તોફાનો હાથ બહાર ગયા જાહેર મકાનો ઉપર તોડફોડ કરાઈ, મોટા મોલ્સ અને દુકાનો પણ લૂંટાઈ ચારે તરફ પથ્થરબાજી સાથે અરાજકતા ફેલાઈ રહી હતી.
(5:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
