News of Friday, 4th September 2026
દુનિયાનો સૌથી વિચિત્ર અને અજબ-ગજબ બિઝનેસનો ભયાનક ધડાકોઃ શખ્સે ખુજલી કરવાની દુકાન ખોલીને દર મહિને સટાકથી કમાઈ રહ્યો છે લાખો રૂપિયા
ચોંકી ન જશો! ખંજવાળવાનો કાળમુખો ચસ્કો જ બની ગયો કમાણીનો માર્ગ:પીઠ અને શરીર ખંજવાળવા માટે લોકો મસમોટી ફી ચૂકવવા લાઈનમાં ઊભાઃ અનોખા ધંધાની વાત સાંભળીને વેપારી આલમ અને પ્રજાના હોશ ઊડી ગયા: સોશિયલ મીડિયામાં ભયાનક સનસનાટી અને ખળભળાટ

નવી દિલ્હી :સમગ્ર દુનિયાના માર્કેટ અને બિઝનેસ ક્ષેત્રના હોશ ઉડાડી દેતો અને કાળજું કંપાવી દેતો એક અતિ-સનસનાટીભર્યો અને કાન ફાડી નાખતો વિસ્ફોટક ધડાકો સામે આવ્યો છે! અત્યાર સુધી તમે હેર સલૂન, સ્પા કે મસાજ સેન્ટરો વિશે સાંભળ્યું હશે, પરંતુ એક ચાલાક શખ્સે માત્ર અને માત્ર 'લોકોને ખુજલી (ખંજવાળ) કરવાની' જ આખી દુકાન ખોલી નાખી છે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આ અજબ-ગજબ અને રાક્ષસી ક્રેઝ વાળા ધંધામાંથી આ શખ્સ દર મહિને સટાકથી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યો છે!
સામાન્ય રીતે પીઠ કે શરીર પર ખંજવાળ આવે ત્યારે લોકો જાતે ખંજવાળી લેતા હોય છે અથવા પરિવારના કોઈ સભ્યની મદદ લે છે. જોકે, ચીનમાં એક યુવકે આ સામાન્ય બાબતને એક નફાકારક બિઝનેસમાં ફેરવી નાખી છે. ચીનના શેનઝેન શહેરમાં 32 વર્ષીય ઝાંગ શિયાઓચિયાઓએ લોકોને ખંજવાળવાની વ્યવસાયિક સેવા આપતી દુકાનો શરૂ કરી છે. નવાઈની વાત એ છે કે આ અનોખા બિઝનેસથી તેમની બે દુકાનોની માસિક આવક આશરે 1 લાખ યુઆન એટલે કે લગભગ 14 થી 15 લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. આ દુકાનનું વાતાવરણ મસાજ પાર્લર જેવું રાખવામાં આવ્યું છે. અહીં ગ્રાહકો બેડ પર સૂઈ જાય છે અને ખાસ તાલીમ પામેલા કર્મચારીઓ હાથમાં ખાસ પ્રકારના નખ પહેરીને ગ્રાહકની પીઠ અને શરીર પર ધીમે-ધીમે ખંજવાળે છે. આ સેવાનો દર 1 કલાકના 300 યુઆન એટલે કે આશરે 3,500 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. સંચાલકના જણાવ્યા અનુસાર આ સેવા માત્ર ખંજવાળ મટાડવા પૂરતી નથી, પરંતુ તેનાથી માનસિક તણાવ ઓછો થાય છે અને ઊંઘ પણ સારી આવે છે.
ચીનમાં આ સર્વિસ ઘણી લોકપ્રિય બની રહી છે. અહીં આવતા ગ્રાહકોમાં આશરે 70 ટકા પુરુષો છે. અગાઉ ઈ-કોમર્સ અને સોશિયલ મીડિયા ક્ષેત્રે નિષ્ફળતા મળ્યા બાદ ઝાંગે એક શોર્ટ વીડિયો જોયો હતો, જેમાં એક પત્ની તેના પતિની પીઠ ખંજવાળી રહી હતી. વીડિયોની કમેન્ટ્સમાં લોકોએ લખ્યું હતું કે, આવી સેવા માટે તેઓ રૂપિયા ચૂકવવા પણ તૈયાર છે. આ સાથે ઝાંગને તેમના પિતા દ્વારા બાળપણમાં પીઠ ખંજવાળીને સુવડાવવાની યાદ તાજી થઈ અને તેમણે તેને વ્યાવસાયિક સેવાનું સ્વરૂપ આપવાનું નક્કી કર્યું.
(5:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
