News of Thursday, 30th April 2026
૭ બાળકો અને પત્નીને છોડીને ૪૬ વર્ષે આ ભાઈ ૬ વર્ષની છોકરીની જેમ જીવવા લાગ્યા
પોલ ૬ વર્ષની બાળકી જેવાં ટૂંકાં ફ્રોક પહેરીને ફરે છે અને સોફટ ટોય્ઝ સાથે રમે છે

ટોરેન્ટો,તા.૩૦ફ કેનેડામાં મેકેનિકનું કામ કરતા પોલ વોલ્શ નામના ભાઈ એકદમ નોર્મલ દાંપત્યજીવન જીવતા હતા. ૨૩ વર્ષના સુખી લગ્નજીવનથી તેમને ૭ બાળકો પણ હતાં. જોકે ૨૦૧૫માં ૪૬ વર્ષની ઉંમરે તેમને અચાનક શું થયું કે તેમણે અલગ જ પ્રકારની જીવનશૈલી જીવવાનું નક્કી કરી લીધું. આ ભાઈને ૪૬ વર્ષની ઉંમરે ૬ વર્ષની બાળકીની જેમ રહેવું હતું. સ્વાભાવિકપણે ઘરમાં સાત-સાત સંતાનો હોય અને તેમના ઉછેરની જવાબદારી હોય ત્યારે ઘરનો મોભી આમ બાળક બની જાય તો માની શું હાલત થાય. પત્નીએ શરૂમાં વિરોધ કર્યો અને લડાઈઝઘડા પણ કર્યા, પરંતુ પોલભાઈમાં કોઈ સુધારો થાય એવું ન લાગતાં પત્નીએ છૂટા થઈ જવાનું નક્કી કર્યું. તે પોતાનાં ૭ સંતાનો સાથે જુદી થઈ ગઈ. બસ, ત્યારથી પોલભાઈને પોતાની રીતે જીવવાની છૂટ મળી ગઈ.
પોલ ૬ વર્ષની બાળકી જેવાં ટૂંકાં ફ્રોક પહેરીને ફરે છે અને સોફટ ટોય્ઝ સાથે રમે છે. તે માથા પર ચોટલીઓ બનાવે છે. નવાઈની વાત એ છે કે હવે તે એક વૃદ્ધ કપલની સાથે રહે છે. આ કપલને તે મમ્મી-પપ્પા કહીને બોલાવે છે. તાજેતરમાં પોલભાઈએ એક ઇન્ટરવ્યુ આપ્યો હતો જેમાં તેમણે પોતાની આ લાઇફસ્ટાઇલને તેમની અંદરની ભાવનાઓનું એક્સપ્રેશન ગણાવ્યું હતું. પોતાનું આવી જીવનશૈલી શેર કરતું ઇન્ટાગ્રામ અકાઉન્ટ પણ બનાવ્યું છે. એમાંથી તેનો જીવનનિર્વાહ ચાલી જાય એટલું આરામથી મળી જાય છે. બાળક તરીકેના જીવનને પણ હવે તો ૧૦ વર્ષ થઈ ગયાં, પણ પોલભાઈની નથી ઉંમર વધી કે ન તેમને આ જીવનશૈલીથી કોઈ કંટાળો આવ્યો.
(3:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
