<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

આ ભાઈની એક બૂમ ભલભલાને બહેરા કરી શકે એમ છે

ઓસ્‍ટ્રેલિયાના કેનબેરાના જોસેફ મેકગ્રેલે ૧૨૨.૪ ડેસિબલની જોરદાર બૂમ સાથે દુનિયાના સૌથી લાઉડ વ્‍યક્‍તિનો ગિનેસ વર્લ્‍ડ રેકોર્ડ બનાવ્‍યો : અવાજ એટલો પ્રચંડ છે કે તે એરક્રાફટ ટેકઓફ જેટલો અવાજ પેદા કરે છે અને સૌને આヘર્યચકિત કરે છે

કેનબેરા,તા.૧૪: ઑસ્‍ટ્રેલિયાના કેનબેરામાં રહેતા જોસેફ મેકગ્રેલ નામના ૫૮ વર્ષના ભાઈએ તાજેતરમાં દુનિયાના સૌથી લાઉડ વ્‍યક્‍તિનો ગિનેસ વર્લ્‍ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેમની એક બૂમ એટલી જોરદાર અને પ્રચંડ હોય છે કે જો તેમની બાજુમાં ઊભા રહીને સાંભળવામાં આવે તો ઍટ લીસ્‍ટ થોડાક સમય માટે તો બહેરાશ આવી જ જાય. તેમની બૂમની તીવ્રતા ૧૨૨.૪ ડેસિબલ અવાજ કરે છે. આટલો અવાજ ત્‍યારે થાય જ્‍યારે કોઈ ઍરક્રાફટ ટેકઑફ કરતું હોય. આ પહેલાં ૧૯૯૪માં ૧૨૧.૭ ડેસિબલ અવાજ સાથે બૂમ પાડતા આયરલેન્‍ડના એક ટીચરના નામે આ રેકોર્ડ હતો. તાજેતરમાં જોસેફભાઈએ આ રેકોર્ડ તોડ્‍યો છે. તેમનો સામાન્‍ય અવાજ પણ ખૂબ મોટો છે, પરંતુ બૂમ પાડે ત્‍યારે એ માઇકમાં ઍમ્‍પ્‍લિફાય થતો હોય એટલો મોટો હોય છે. કેનબેરાના એક સ્‍ટુડિયોમાં તેમના અવાજનું રેકોર્ડિગ કરીને આ તીવ્રતા નોંધવામાં આવી હતી. જો આટલો અવાજ ખૂબ નજીકથી સતત ૧૦ મિનિટ માટે તમારા કાનમાં પડે તો બહેરાશ આવી જઈ શકે છે.

(9:53 AM IST)