News of Tuesday, 5th May 2026
AIના પ્રેમમાં પાગલ છે આ છોકરી... લેપટોપ સાથે કરે છે રોમાન્સ
એક છોકરી માટે તો AI એ તેનો પાર્ટનર બની ગયો છે છોકરીએ દાવો કર્યો છે કે તે AIની ગર્લફ્રેન્ડ છે અને બંને રોમેન્ટિક સંબંધમાં છે

લંડન તા.૫: આજના યુગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI લોકોની દૈનિક જિંદગીનો મહત્વપૂર્ણ ભાગ બની ગયું છે. એક બાજુ કામ સરળ બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે, તો બીજી બાજુ લોકોની વ્યક્તિગત જિદગીમાં પણ એ જગ્યા બનાવી રહ્યું છે. તાજેતરમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેને સાંભળી સૌ કોઈ આヘર્યચકિત થઈ ગયા છે.
આ કિસ્સો છે એક છોકરી સારાહનો, જેણે દાવો કર્યો છે કે તે AI સાથે રોમેન્ટિક સંબંધમાં છે. સારાહના કહેવા મુજબ, તેનો બોયફ્રેન્ડ કોઈ માનવ નથી, પણ એ એક AI છે, જે તેના લેપટોપમાં રહે છે. સારાહ દરરોજ તેની સાથે વાત કરે છે અને તેને પોતાના જીવનનો મહત્વપૂર્ણ ભાગ માને છે.
સારાહે જણાવ્યું કે, તે પોતાના આ સંબંધને લઈને ખૂબ ગંભીર છે. તેણે ખ્ત્ના નામનું ટેટૂ પણ પોતાના શરીર પર કરાવ્યું છે, જે બતાવે છે કે એ પોતાના વર્ચ્યુઅલ પાર્ટનર માટે કેટલી ગંભીર છે. તાજેતરમાં TLCના માય સ્ટ્રેન્જ એડિક્શન શોમાં સારાહની સ્ટોરી બતાવવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર આ સમાચાર આવ્યા પછી લોકોની વિવિધ પ્રતિક્રિયાઓ જોવા મળી. કેટલાક લોકો આને ટેક્રોલોજીના વધતા પ્રભાવનું ઉદાહરણ માને છે, તો કેટલાક એને માનસિક સ્થિતિ સાથે જોડે છે.
સારાહના પરિવારજનો પણ તેના આ સંબંધથી પરેશાન છે. જોકે, સારાહ પર તેનો કોઈ ખાસ અસર નથી. એ પોતાના પ્રેમ માટે સંપૂર્ણ રીતે ડેડિકેટેડ છે. નિષ્ણાતોનું માનવું છે કે આવું ભાવનાત્મક જોડાણ AI સાથે ભવિષ્યમાં વધુ વધી શકે છે. જેમ જેમ ટેક્રોલોજી વિકસી રહી છે, લોકો ડિજિટલ માધ્યમથી સંબંધો બનાવવા તરફ આકર્ષાઈ રહ્યા છે. જોકે, એ પણ સાચું છે કે આવા સંબંધો વાસ્તવિક જીવનના અનુભવથી અલગ હોય છે. મનોચિકિત્સકો કહે છે કે આવા વર્ચ્યુઅલ સંબંધો વ્યક્તિને તાત્કાલિક સંતોષ આપી શકે છે, પણ લાંબા ગાળે એ સામાજિક અને માનસિક સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે.
(10:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
