News of Friday, 17th July 2026
આ મહિલા દર વર્ષે ઉજવે છે પોતાના બ્રેસ્ટનો બર્થ ડેઃ ધૂમધામથી કરે છે ઉજવણી
૨૦ લાખ રૂપિયા ખર્ચ કરી સાઈઝ વધારી...સર્જરી બાદ તેનો કોન્ફિડન્સ લેવલ ખૂબ વધી ગયો છે અને તે પોતાના શરીરને વધારે એન્જોય કરે છે

લંડન તા.૧૭: આજકાલ લોકો પોતાનો જન્મદિવસ તો ઉજવે છે, જ્યારે અમુક પોતાના પેટના બર્થ ડે પણ સેલિબ્રેટ કરતા હોય છે. પણ ૨૯ વર્ષની જાસ્મિન ટીઆએ આ ટ્રેન્ડને તદ્દન નવો જ ટ્વિસ્ટ આપી દીધો છે. તે દર વર્ષે પોતાના બ્રેસ્ટનો બર્થ ડે ધૂમધામથી ઉજવે છે. જી હાં, તમે સાચું વાંચ્યું. તેના બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ્સનો જન્મદિવસ દર વર્ષે પાર્ટી સાથે મનાવે છે. કેક કાપે છે અને ફેન્સ તેને ઢગલાબંધ ગિફટ્સ પણ મોકલે છે.
જસ્મિન ટીઆ એક એડલ્ટ કન્ટેન્ટ ક્રિએટર છે. તેણે ૨૦૨૧માં ભારે વજન ઘટાડ્યા બાદ પોતાના બ્રેસ્ટની સાઈઝ વધારવા માટે સર્જરી કરાવી હતી. આ સર્જરી પર તેણે લગભગ ૨૦ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. વજન ઘટાડવાના કારણે તેના બ્રેસ્ટ લગભગ ગાયબ થઈ ગયા હતા. જે બાદ તેણે 34DD સાઈઝના ઈમ્પ્લાન્ટ્સ લગાવ્યા હતા. હવે તે કહે છે કે, તેના બ્રેસ્ટ પહેલા જેટલા બાઉન્સી અને નેચરલ લાગે છે. સર્જરીના એક વર્ષ બાદ જાસ્મિને આ ખાસ અવસરને સેલિબ્રેટ કરવાનો નિર્ણય લીધો છે. તેણે પોતાના બ્રેસ્ટ માટે કેક મગાવી. ઓનલાઈન લાઈવ આવી રિવીલ કર્યું અને ફેન્સ સાથે શેર કર્યું. શરૂઆતમાં આ ખાલી એક એનિવર્સરી હતી, પણ હવે પાંચ વર્ષ બાદથી તે એક પરંપરા બની ચૂકી છે.
જસ્મિનને ઇન્સ્ટાગ્રામ પર એક મિલિયનથી વધારે ફોલોઅર્સ આ પાર્ટીમાં સામેલ થાય છે અને તેને ગિફટ મોકલે છે. જાસ્મિને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે હું પહેલાવાળી સાઈઝ બહુ મિસ કરી રહી હતી, એટલા માટે મેં ૨૦ લાખ રૂપિયા ખર્ચ કરી તેને પહેલા જેવો લુક આપવાનો નિર્ણય લીધો. હવે તે એટલા બાઉન્સી છે કે જોઈને લાગે જ નહીં કે આ ઈમ્પ્લાન્ટ્સ છે. તેણે આગળ કહ્યું કે બ્રેસ્ટ બર્થ ડે હવે તેના ચાહકો માટે પણ એક મોટી ઇવેન્ટ બની ગઈ છે.
સોશિયલ મીડિયા પર આ સમાચાર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. અમુક લોકો તેને બોડી પોઝિટિવિટી અને સેલ્ફ લવની અનોખી રીત ગણાવી રહ્યા છે, તો અમુક લોકો તેને અટેન્શન સીકિગ અને પબ્લિસિટી સ્ટંટ ગણાવી રહ્યા છે. ખાસ કરીને ભારતીય સોશિયલ મીડિયા યુઝર્સ તેના પર ખૂબ ચર્ચા કરી રહ્યા છે. કેટલીય કોમેન્ટમાં લોકો લખી રહ્યા છે કે આ શું નવો ટ્રેન્ડ શરૂ કર્યો છે, જ્યારે અમુક કહે છે કે, પોતાના શરીર સાથે આટલો પ્રેમ જોઈને સારું લાગે છે.
જસ્મિનની કહાની કેટલીય મહિલાઓ માટે પ્રેરણા પણ બની રહી છે, જે વજન ઘટાડવા અથવા ગર્ભાવસ્થા બાદ બોડી કોન્ફિડન્સથી ઝઝૂમી રહી છે. તેમણે જણાવ્યું કે, સર્જરી બાદ તેનો કોન્ફિડન્સ લેવલ ખૂબ વધી ગયો છે અને તે પોતાના શરીરને વધારે એન્જોય કરે છે. બ્રેસ્ટ ઓગમેન્ટેશન સર્જરી આજકાલ સામાન્ય થઈ ગઈ છે. તેમાં સિલિકોન અથવા સલાઈન ઈમ્પ્લાન્ટ્સ લગાવે છે. જાસ્મિને પણ આવું જ કરાવ્યું છે.
ડોક્ટર્સના જણાવ્યા અનુસાર, યોગ્ય હાથે કરાવેલી સર્જરી નેચરલ રિઝલ્ટ આપી શકે છે, પણ રિસ્ક પણ હોય છે જેમ કે ઇન્ફેક્શન, ઈમ્પ્લાન્ટ શિફટ થવા અને નિયમિત ચેકઅપની જરૂરત. જાસ્મિનનો કેસ અલગ છે, કેમ કે તેણે ન ફક્ત સર્જરી કરાવી પણ તેને સેલિબ્રેટ કરવાની અનોખી રીત પણ કાઢી. તેના ચાહકો આખું વર્ષ તેની રાહ જુએ છે કે બ્રેસ્ટ બર્થ ડે પર શું નવું કન્ટેન્ટ આવે છે. અમુક ચાહકો સ્પેશિયલ ગિફટ્સ જેમ કે લોન્જરી, જ્વેલરી અને પર્સનલાઈઝ્ડ આઈટમ્સ મોકલે છે
(9:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
