News of Monday, 13th July 2026
આકાશમાંથી ત્રાટકશે કાળ: ઈરાને લોન્ચ કર્યું ૬ કિલોમીટરની ઊંચાઈએ ઉડતું પ્રચંડ મિસાઈલ ડ્રોન: રડાર સિસ્ટમ પણ ફેઈલ
ઈરાની સેનાનું નવું હથિયાર ગલ્ફ દેશો સહિત અમેરિકી એરબેઝ માટે મોટો પડકાર: સતત ૨૪ કલાક દેખરેખ રાખવાની ક્ષમતા: સેટેલાઇટ લિંક વડે થાય છે ઓપરેટ

નવી દિલ્હી: અમેરિકા અને ઈરાન વચ્ચે હોર્મુઝ જળમાર્ગ બંધ થવાને કારણે યુદ્ધનો માહોલ ગરમ છે, ત્યારે ઈરાને પોતાના આ નવા એડવાન્સ એરક્રાફ્ટનું પ્રદર્શન કરીને પશ્ચિમી દેશોની ચિંતામાં કરોડો ગણો વધારો કરી દીધો છે. ઈરાનના સંરક્ષણ મંત્રાલયે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે આ નવું વિમાન સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજી (Indigenously Developed) થી સજ્જ છે. આ વિમાન આકાશમાં ૬ કિમીની ઊંચાઈએ પહોંચીને ત્યાં કલાકો સુધી સ્ટેબલ રહી શકે છે, જેને કારણે સામાન્ય એન્ટી-એરક્રાફ્ટ ગન આ વિમાન સુધી પહોંચી શકતી નથી.
અબાબિલ શ્રેણીનું આ અબાબિલ-૫ પ્રકારનું ડ્રોન વિમાન સૌથી પહેલાં એપ્રિલ '૨૨ ની ઇરાનની આર્મી ડે પરેડમાં પ્રદર્શિત કરાયું હતું. આ ઉપરાંત અબાબિલ શ્રેણીનાં અબાબિલ-૨ અને અબાબિલ-૩ પ્રકારનાં પણ ડ્રોન્સ ઇરાન ધરાવે છે. અબાબિલ-૫ તો વિશિષ્ટ છે. તે ફૂલ ફ્લેજ્ડ યુસીએવી પ્રકારનું કોમબેટ ડ્રોન છે. મોટાજિહ-૬ પ્રકારનાં ડ્રોનની જેમ જ તે રોટેક્ષ-૯૧૪ (૧૫ હોર્સ પાર્વર)નું એન્જિન ધરાવે છે. તેથી તે ભારે વજન ઉંચકી દૂર સુધી જઈ શકે તેવું છે. તેની વિશિષ્ટતાઓ આ પ્રમાણે છે : (૧) તેની ઓપરેશનલ રેન્જ ૪૫૦ કિ.મી. છે : વિશ્લેષકો કહે છે કે કદાચ તેની રેન્જ તેથી પણ વધુ હોઈ શકે., (૨) તે ૮ થી ૧૦ કલાલ બ્રેક લીધા સિવાય એકધારું ઊડી શકે છે. (૩) આ અબાબિલ-૫ ૨૦,૦૦૦ ફૂટની ઊંચાઈ સુધી જઈ શકે છે. એટલે કે તે છ કિ.મી. જેટલું ઉંચે જઈ શકે છે. (૪) તેનું ટોટલ ટેઈક ઓફ વેઈટ આશરે ૪૦૦ કી.ગ્રા. છે. એમ્પટી વેઈટ ૩૫૦ કી.ગ્રા. છે. (૫) તે ૧૫૦ કી.ગ્રા જેટલા શસ્ત્રો લઈ જઈ શકે છે. અને પ્રીસાઈઝ-સ્ટ્રાઈક કરી શકે છે (૬) મલ્ટી-મિશન આઈ-બોલ સેન્સર ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ / ઇન્ફ્રારેડ કેમેરા તેના નીચેના ભાગે લગાડાયેલા હોય છે. તે શત્રુને દિવસે તેમજ રાત્રે પણ શોધી શકે છે. (૭) અબાબિલ-૫ ગાઈડેડ એન્ટી ટેન્ક મિસાઈલ્સ પણ ધરાવે છે. તેમાં અલ્માસ શ્રેણીનાં જ મિસાઈલ્સ છે. (૮) પ્રીસીઝન ગાઈડેડ બોમ્બસ : આ ડ્રોન વિમાનો કાયમ-૧ પ્રકારનાં ૬ તથા કાયમ-૫ પ્રકારના સ્માર્ટ ગાઈડેડ બોમ્બર ધરાવે છે. તેમનું વજન આશરે ૨.૪ કિ.ગ્રા જેટલું છે. તે છ કી.મી. દૂરથી દુશ્મન ઉપર તાકીને પ્રહાર કરી શકે છે. (૯) એન્ટી-શિપ-કેપેબિલીટી : અલ્માસ મિસાઈલ્સ અને કાયમ બોમ્બનું સમુદ્રીયરૂપ દુશ્મનની હાઈ-સ્પીડ પેટ્રોલ-બોટ્સ તથા નાનાં જહાજોને છીછરા પાણીમાં કે તટપ્રદેશમાં હુમલો કરી તેને ડુબાડી દઈ શકે છે.
(5:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
