તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Thursday, 23rd April 2026
ટાઇટેનિકનું લાઇફ જેકેટ ૯ કરોડમાં વેચાયું

લંડન,તા.૨૩: દુનિયાના સૌથી ફેમસ જહાજ અને સૌથી કરુણ અંજામ પામનાર ટાઇટેનિક સાથે સંકળાયેલી એકાદી નાની ચીજ પણ અત્યારે કરોડોના મૂલ્યની થઈ ગઈ છે. ટાઇટેનિક તો ડૂબી ગયું, પરંતુ એની પાછળ અનેક વાર્તાઓ છૂટી ગઈ છે. હાલમાં બ્રિટનમાં એક ઑક્શન હાઉસમાં ટાઇટેનિકમાં બચી ગયેલી મહિલા લોરા માબેલ ફ્રેન્કાટેલીએ પહેરેલું લાઇફ જેકેટ ઑક્શન થયું હતું. હરાજીમાં એના ૯ કરોડ રૂપિયા ઊપજ્યા હતા. આમ જુઓ તો એ સાદું લાઇફ જેકેટ છે, પરંતુ એક ખૌફનાક રાતની સાક્ષી પૂરતા આ જેકેટે એક જણની લાઇફ બચાવી હોવાથી એ ખાસ બની ગયું છે. આ જેકેટ પર લોરા અને તેને બચાવનારા રક્ષકોની સાઇન પણ કરેલી છે. લોરા એ સમયે મશહૂર ફેશન-ડિઝાઇનર લુસી સાથે કામ કરતી હતી. તે લાઇફબોટ નંબર એકમાં સવાર હતી જેના પર આજે પણ વિવાદ છે. એમાં ૪૦ લોકોની જગ્યા હતી, પરંતુ એમાં માત્ર ૧૨ જણ જ બેઠા હતા. આ જ ઑક્શનમાં ટાઇટેનિકનું સીટ કુશન પણ પાંચ કરોડ રૂપિયામાં વેચાયું હતું.
(2:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
