News of Wednesday, 13th May 2026
ટ્રમ્પના દાવા પોકળ?: ઇરાને છૂપી રીતે મજબૂત કરી કિલ્લેબંધી, અમેરિકાના ગુપ્ત રિપોર્ટમાં ચોંકાવનારો ધડાકો
પ્રેસિડેન્ટના ડાકલા અને ઈરાનના ‘અંડરગ્રાઉન્ડ’ ખેલ: ટ્રમ્પે કહ્યું—ઈરાન તહસ-નહસ થઈ ગયું, પણ ઇન્ટેલિજન્સ કહે છે—૯૦% મિસાઈલ સાઈટ્સ ફરી ધમધમતી થઈ! શું ‘ઓપરેશન એપિક ફ્યુરી’ નિષ્ફળ ગયું? મધ્ય પૂર્વમાં ફરી મહાયુદ્ધના ભણકારા

નવી દિલ્હી: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જે ઈરાનને ‘ધૂળ ચટાડી’ હોવાના દાવા કરી રહ્યા છે, તેનાથી વિપરીત ચિત્ર અમેરિકાની જ જાસૂસી સંસ્થાઓએ રજૂ કર્યું છે. ન્યૂયોર્ક ટાઈમ્સમાં લીક થયેલા એક ક્લાસિફાઈડ રિપોર્ટ મુજબ, ઈરાને તેની સૈન્ય શક્તિને ફરી બેઠી કરી લીધી છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે ઈરાનની ૩૩ મુખ્ય મિસાઈલ સાઈટ્સમાંથી ૩૦ સાઈટ્સ અત્યારે ઓપરેશનલ છે, જે ટ્રમ્પના દાવાઓને સીધો પડકાર આપે છે.
હોર્મુઝ સ્ટ્રેટ પાસેની 33 મિસાઈલ સાઈટ્સમાંથી 30 સાઈટ્સ હજુ પણ ઓપરેશનલ અથવા આંશિક રીતે સક્રિય છે. ઈરાન તેના 70% મોબાઈલ મિસાઈલ લોન્ચર અને 70% મિસાઈલ સ્ટોક (યુદ્ધ પહેલાનો જથ્થો) બચાવવામાં સફળ રહ્યું છે. લગભગ 90% અંડરગ્રાઉન્ડ મિસાઈલ સ્ટોરેજ ફરીથી સક્રિય થઈ ગયા હોવાનું મનાય છે. આ એ જ વિસ્તાર છે જ્યાંથી વિશ્વનો 20% ક્રૂડ ઓઈલ પુરવઠો પસાર થાય છે, જેનો અર્થ છે કે અમેરિકન જહાજો પરનો ખતરો હજુ ટળ્યો નથી.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે દાવો કર્યો હતો કે ઈરાનની સેના સંપૂર્ણપણે તબાહ થઈ ચૂકી છે અને તે વર્ષો સુધી લડી શકે તેમ નથી. રિપોર્ટ મુજબ, આ હુમલા દરમિયાન ઘણી જગ્યાએ અંડરગ્રાઉન્ડ સિસ્ટમનો નાશ કરવાને બદલે માત્ર એન્ટ્રી પોઈન્ટ્સ જ બંધ કરાયા હતા કારણ કે, બંકર-બસ્ટર હથિયારોનો સ્ટોક મર્યાદિત હતો.
(6:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
