News of Friday, 1st May 2026
ટ્રમ્પનો નવો ‘પેંતરો’: ઈરાન સાથેની તંગદિલીને ‘યુદ્ધ’ માનવાનો સાફ ઈન્કાર:પોતાની રણનીતિને ગણાવી ‘માસ્ટરસ્ટ્રોક’
વિસ્ફોટકો વચ્ચે ‘શાંતિ’ના રાગ?: દુનિયા જ્યારે વિશ્વયુદ્ધના ડર નીચે જીવી રહી છે ત્યારે ટ્રમ્પનો અલગ જ સૂર:મારી પોલિસી હોત તો ઈરાન ક્યારેય માથું ન ઉચકત:પોતાની રણનીતિના જાહેરમાં વખાણ કરી વિરોધીઓને આડેહાથ લીધા:શું આ ટ્રમ્પની આગામી ચૂંટણી માટેની સોગઠી છે? અમેરિકી રાજકારણમાં ગરમાવો

નવી દિલ્હી: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાના નિવેદનથી ખળભળાટ મચાવ્યો છે. મધ્ય-પૂર્વમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભયાનક તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિને ટ્રમ્પે 'યુદ્ધ' માનવાનો ઇનકાર કર્યો છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે હાલની સ્થિતિ માત્ર વહીવટી તંત્રની નિષ્ફળતા છે અને જો તેઓ સત્તામાં હોત તો સ્થિતિ આટલી વણસી ન હોત.
વિશ્વભરમાં આઠ જેટલા યુદ્ધો રોકવાનો દાવો કરનાર ટ્રમ્પે જણાવ્યું કે, અમેરિકાના અભિયાનને કારણે ઈરાની નૌકાદળ અને ભૂમિસેના નબળી પડી ગઈ છે. તેમણે વધુમાં ઉમેર્યું કે હવે ઈરાન સમજૂતી માટે આજીજી કરી રહ્યું છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, ઈરાનની ડ્રોન ફેક્ટરીઓને ભારે નુકસાન થયું છે અને તેમની પરમાણુ ક્ષમતાને પણ તોડી પાડવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે અગાઉ ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ પણ ટૅરિફના દબાણ દ્વારા રોક્યું હોવાનો દાવો કર્યો હતો. યુદ્ધ રોકવાના આવા દાવાઓ સાથે તેઓ અનેકવાર નોબેલ શાંતિ પુરસ્કાર મેળવવાની ઇચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે. આ વખતે શાંતિનો નોબેલ પુરસ્કાર ન મળતાં તેઓ ઘણા નારાજ પણ જોવા મળ્યા હતા.
ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી ઈરાન પરમાણુ અંગેની શરતો નહીં માને ત્યાં સુધી નાકાબંધી ચાલુ રહેશે. નાકાબંધી ચાલુ રાખવાના નિર્ણયને કારણે 'બ્રેન્ટ ક્રૂડ'ની કિંમતો $125 પ્રતિ બેરલને પાર કરી ગઈ છે. ઈરાને હોર્મુઝ માર્ગ ખોલવા માટે નાકાબંધી હટાવવા સૂચન કર્યું હતું, પરંતુ ટ્રમ્પ હાલ પોતાની વ્યૂહરચના પર અડગ છે.
હોર્મુઝની સામુદ્રધુની બંધ રહેવાથી વૈશ્વિક પુરવઠામાં દરરોજ બે કરોડ બેરલ ઓઇલની ઘટ પડી રહી છે, જેનાથી ભારત સહિતના એશિયાઈ દેશોમાં ઊર્જા, કુદરતી ગેસ અને ખાતરની સપ્લાય પર અસર પડી રહી છે. અમેરિકી નીતિ નિર્ધારકોનું માનવું છે કે આ લાંબાગાળાના પ્રતિબંધો અંતે ઈરાનને તેલ ઉત્પાદન બંધ કરવા મજબૂર કરી શકે છે. આ સંઘર્ષ હવે દસમા અઠવાડિયામાં પ્રવેશી ચૂક્યો છે.
(5:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
