News of Wednesday, 2nd September 2026
ઈરાનના પહાડી દરિયામાં ટ્રમ્પના એક જ શબ્દનો ભયાનક ધડાકોઃ 'હોર્મુઝ પર અમારો કબજો...' કહેતાં જ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલ સટાકથી ૯૬ ડૉલરને પાર
વિશ્વભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળવાની ભીતિ: ટ્રમ્પના નિવેદનથી તેલ સમરાંગણમાં સનસનાટી અને ધ્રૂજારીઃ હોર્મુઝની સામુદ્રધુનીમાં યુદ્ધના ભયાનક વાદળો ઘેરાતાં આંતરરાષ્ટ્રીય બજારોના ફાટી પડ્યા ભુક્કા

નવી દિલ્હી: વૈશ્વિક અર્થતંત્ર અને ક્રૂડ ઓઈલના બજારમાં કાન ફાડી નાખે તેવા એક અતિ-સનસનાટીભર્યા અહેવાલનો ભયાનક ધડાકો થયો છે! અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક જ ધડાકેદાર નિવેદનથી સમગ્ર વિશ્વના તેલ બજારમાં હાહાકાર મચી ગયો છે. ટ્રમ્પે ખુલ્લેઆમ હુંકાર કરતાં જણાવ્યું કે "સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર અમારો પૂર્ણ કબજો છે...", અને આટલું બોલતાં જ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં અચાનક ભયાનક ઉછાળો આવ્યો છે. કિંમતો પળવારમાં સટાકથી પ્રતિ બેરલ ૯૬ ડૉલરની સપાટી વટાવી ગઈ છે!
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર પોસ્ટ કરીને દાવો કર્યો હતો કે, વ્યાપારિક અને વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વપૂર્ણ એવા 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' પર હવે અમેરિકાનું લગભગ સંપૂર્ણ નિયંત્રણ આવી ગયું છે. આ સાથે જ તેમણે ઈરાનની અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ચૂકી હોવાનો દાવો પણ કર્યો હતો.
ટ્રમ્પે મીડિયા અહેવાલોને ફગાવતા સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ઈરાનને કોઈ સમજૂતી કે વાટાઘાટોની ટેબલ પર લાવવા માટે પ્રયાસ કરી રહ્યા નથી. તેમણે લખ્યું કે, "ઈરાન કોઈ સમજૂતી પર હસ્તાક્ષર કરે છે કે નહીં તેની મને જરાય પરવા નથી. હાલની સ્થિતિ અમેરિકા માટે ખૂબ જ મજબૂત અને સાનુકૂળ છે, કારણ કે હોર્મોઝ પર આપણું નિયંત્રણ છે અને ઈરાનની આર્થિક સ્થિતિ કંગાળ થઈ ચૂકી છે."
વિશ્વની કુલ તેલ જરૂરિયાતના લગભગ 20% પુરવઠો જે માર્ગેથી પસાર થાય છે તે હોર્મુઝ સ્ટ્રેટ અંગેના ટ્રમ્પના દાવો બહાર આવતા જ આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં આગ લાગી ગઈ હતી.
(5:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
