<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th July 2026

ચીનમાં 'બાવી' વાવાઝોડાનો લેન્ડફોલ: ટાયફૂન દરિયાકાંઠે અથડાતા પવન ધીમો પડ્યો, પણ આકાશી આફત યથાવત: જળબંબોળની સ્થિતિ

નબળા પડેલા ચક્રવાતે ચાઇનીઝ પ્રાંતોમાં વરસાવ્યો કાળો કેર: હજારો લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર: ફ્લાઇટ્સ અને રેલવે વ્યવહાર સંપૂર્ણ ઠપ:રેડ એલર્ટ જાહેર

નવી દિલ્હી: વૈશ્વિક સ્તરે ક્લાઇમેટ ચેન્જના કારણે વાવાઝોડાની ફ્રીક્વન્સી વધી રહી છે ત્યારે ચીન પર ત્રાટકેલા 'બાવી' વાવાઝોડાએ તંત્રની ચિંતા વધારી દીધી છે. પ્રશાંત મહાસાગરમાંથી ઉત્સાહભેર આગળ વધેલું આ ટાયફૂન જ્યારે ચીનના દરિયાકાંઠાના વિસ્તારો પર ત્રાટક્યું ત્યારે તેની વિનાશક પવનની ગતિ અપેક્ષા કરતાં ઓછી નોંધાઈ હતી, જે ચાઇનીઝ વહીવટી તંત્ર માટે મોટી રાહત સમાન સાબિત થઈ હતી. જોકે, પવન નબળો પડતાં જ આ વાવાઝોડું ભારે વરસાદી સિસ્ટમમાં ફેરવાઈ ગયું હતું.

ચીનની રાજધાની બેજિંગ સહિતના શહેરોમાં ઇમર્જન્સી સેવાને એલર્ટ પર રાખવામાં આવી હતી, ઝેજિઆંગ પ્રાંતના હવામાન વિભાગે જણાવ્યું હતું કે આ વર્ષે બાવી નવમુ વાવાઝોડું છે કે જે શનિવારે રાત્રે ૧૧.૨૦ કલાકે ચીન પર ત્રાટક્યું હતું. જેને પગલે સમુદ્રી કાઠાવાળા વિસ્તારના લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. આ પહેલા ચીનના હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને લઇને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.
રવિવારે ચીનના ઝેજિઆંગ, ફ્યુજિઆન, જિઆંગ, અનહુઇ વગેરે પ્રાંતમાં ભારે વરસાદ પડયો હતો, સાથે જ ભારે પવન પણ ફૂંકાયો હતો. બાવી વાવાઝોડું ફિલિપાઇન્સ, જાપાન, તાઇવાનને ઘમરોળીને ચીન પર ત્રાટક્યું હતું તે સમયે તેની ગતી પ્રતિ કલાક ૧૪૪ કિમીની હતી. જોકે ત્રાટકતા સાથે જ તેની ગતિ એકદમ ધીમી પડી ગઇ હતી તેથી અનુમાન મુજબ કોઇ મોટી જાનહાની કે નુકસાન નહોતું થયું. વાવાઝોડું સૌથી પહેલા ઝેજિઆંગ પ્રાંતના કાંગનેન પર ત્રાટક્યું હતું જ્યાંથી તમામ લોકોને પહેલાથી જ સુરક્ષિત સ્થળે ખસેડી લેવાયા હતા.

(5:07 PM IST)