તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Wednesday, 4th November 2026
ઓમાનના ભયાનક દરિયામાં દેવભૂમિ દ્વારકાના સલાયા બંદરના માલવાહક જહાજ પર અજાણ્યા હુમલાખોરો દ્વારા સણસણતો કાળમુખો હુમલો કરવામાં આવ્યો, જેમાં જહાજ પર સવાર ૧ નિર્દોષ ભારતીય ખલાસીનું સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યું છે જ્યારે અન્ય ૧૩ ખલાસીઓનો દિલધડક રીતે ચમત્કારી બચાવ થતાં સમગ્ર ગુજરાત અને ખલાસી આલમમાં મચી ગઈ ભયાનક સનસનાટી
ઉછળતા દરિયાના મોજાં વચ્ચે કાળમુખા હુમલાથી જહાજ પર સવાર ખલાસીઓમાં ભારે નાસભાગ અને અફડાતફડી: ૧ સાથીનું નજર સામે જ કરૂણ મોત થતાં અને ૧૩ જણા મોતના મુખમાંથી ઉગરી જતાં પીડિત પરિવારોના છાતીના પાટિયા બેસી ગયા

નવી દિલ્હી:દરિયાઈ સીમાઓ પરથી માનવસહાર અને કાળજું ચીરી નાખે તેવી એક અત્યંત ચોંકાવનારી, ખૌફનાક અને સનસનાટીભરી ઘટના સામે આવી છે! દેવભૂમિ દ્વારકા જિલ્લાના જાણીતા સલાયા બંદરનું એક માલવાહક જહાજ માલસામાન ભરીને ઓમાન (Oman) ના દરિયાઈ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું. તે જ સમયે અચાનક દરિયામાં કાળ બનીને ધસી આવેલા હુમલાખોરોએ જહાજને લક્ષ્ય બનાવીને ભયાનક હુમલો કરી દીધો હતો.
પ્રાથમિક વિગતો અનુસાર, ભારતીય ખલાસીઓ સાથેનું એમ.એસ.વી. અલ જુસુફી નામનું જહાજ ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ સંયુક્ત આરબ અમીરાતના હમરિયા બંદરેથી ગુજરાતના પોરબંદર બંદર તરફ રવાના થયું હતું. જહાજમાં ૧૪ ભારતીય ખલાસીઓ સવાર હતા અને ભીના ખજૂરનો માલસામાન લઈ જવામાં આવી રહ્યો હતો. ગઈકાલે ૨ નવેમ્બર, ૨૦૨૬ના રોજ સ્થાનિક સમય મુજબ સાંજે આશરે ચાર વાગ્યે જહાજ ઓમાનના લીમા બંદર નજીક દરિયામાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક અજ્ઞાાત હવાઈ પદાર્થ સાથે અથડામણ અથવા હુમલાની ઘટના બની હતી. આ પદાર્થ ડ્રોન કે મિસાઈલ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે હુમલાની ચોક્કસ પ્રકૃતિ અને જવાબદાર પક્ષ અંગે સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ઘટના બાદ જહાજમાં આગ અને ગંભીર કટોકટી સર્જાતાં તમામ ૧૪ ખલાસીઓએ જીવ બચાવવા જહાજ છોડવું પડયું હતું. ખલાસીઓએ રેસ્ક્યૂ બોટનો આશરો લીધો હતો. ઓમાન કોસ્ટ ગાર્ડે તાત્કાલિક કાર્યવાહી કરીને તમામને બચાવ્યા હતા. જો કે, હોસ્પિટલ લઈ જતી વખતે ગંભીર ઈજાઓને કારણે ખલાસી ગંધાર નહિમ અજીજનું મોત નીપજ્યું હતું. મૃતક ખલાસી મૂળ ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. ખાડી દેશોના દરિયામાં વધતા તણાવ વચ્ચે બનેલી આ ઘટનાએ ગુજરાતના દરિયાઈ વેપાર સાથે સંકળાયેલા પરિવારોમાં ચિંતાની લાગણી ફેલાવી છે.
(5:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
