News of Monday, 13th July 2026
એક મહિલાએ ઊંઘમાં જ બાળકને જન્મ આપી દીધો અને તેને ખબર જ ન પડી
જાગી ત્યારે નવજાત બાળક તેના પગ વચ્ચે પડેલું હતું

ટોરેન્ટો,તા.૧૩: કેનેડાની ૨૭ વર્ષની કેરોલિના મોરેનો નામની મહિલાએ દાવો કર્યો હતો કે તેને ત્રીજી પ્રસૂતિ દરમ્યાન કોઈ જ લેબર-પેઇનનો અનુભવ થયો નહોતો. આ પહેલાં તે બે બાળકોને જન્મ આપી ચૂકી છે અને બન્ને વખતે તેને ભયંકર પીડાદાયક પ્રસૂતિનો અહેસાસ થયેલો છે. જોકે તાજેતરમાં જ્યારે તેણે ત્રીજા બાળકને જન્મ આપ્યો ત્યારે તેને ખબર પણ નહોતી પડી. તેણે આખી ઘટના સોશ્યલ મીડિયા પર વર્ણવી હતી. વાત એમ હતી કે કેરોલિનાને સ્ટ્રેપ્ટોકોકસ નામના બેક્ટેરિયાનું ઇન્ફેક્શન થયું હતું. આ ઇન્ફેક્શનને કારણે તેને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી હતી. અહીં ડોક્ટરોએ તેને લેબર-પેઇન શરૂ થાય એ માટે ખાસ દવાઓ આપી. જોકે એ પહેલાં તેને ખૂબ ભારે ઍન્ટિ-બાયોટિક્સ આપવામાં આવી હતી. જોકે એ દવાઓના ઘેનને કારણે તેને પ્રસૂતિની પીડાનો જરાય અનુભવ જ ન થયો. ઇન ફેક્ટ, બાળક જન્મ્યું ત્યારે તે ભરઊંઘમાં સૂઈ ગઈ હતી. આ કોઈ ઍનેસ્થેસિયાની અસર નહોતી, માત્ર દવાઓના હેવી ડોઝને કારણે થયું હતું. તે સૂતી હોવાથી તેની પાસે કોઈ નર્સ પણ નહોતી. જ્યારે તે જાગી ત્યારે નવજાત બાળક તેના પગ વચ્ચે પડેલું હતું. તેણે તરત બૂમ પાડીને નર્સને બોલાવી હતી અને પછી બાળકની તપાસ કરતાં એ નોર્મલ હોવાનું જાણવા મળ્યું હતું.
(10:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
