તા. ૧૨ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૩ રવિવાર
News of Monday, 27th April 2026
વિશ્વની અજાયબી: આ દેશમાં નથી એક પણ ગામડું: બધે જ ગગનચુંબી ઈમારતો અને રોડ-રસ્તા: જાણો ક્યાં છે આ ‘સિટી સ્ટેટ’?
ખેતર-ખળા વગરનો અનોખો દેશ: માત્ર ૭૩૪ ચોરસ કિલોમીટરમાં પથરાયેલા દેશે દુનિયાને બતાવી પ્રગતિની ‘રફ્તાર’, ૧૦૦ ટકા શહેરીકરણ ધરાવતો દુનિયાનો એકમાત્ર દેશ:ગામડું જોવા માટે પણ નકશો જોવો પડે તેવી સ્થિતિ:કેવી રીતે એક નાનકડો ટાપુ બની ગયો ગ્લોબલ બિઝનેસ હબ? જાણો આધુનિક યુગના ‘ચાણક્ય’ ગણાતા દેશની રસપ્રદ કહાની

નવી દિલ્હી: દુનિયાના નકશા પર એક એવો દેશ છે જે ભૌગોલિક દ્રષ્ટિએ મુંબઈ કરતા પણ નાનો હોઈ શકે, પરંતુ તેની શક્તિ અને સુવિધા અમેરિકા-લંડનને ટક્કર આપે છે. જી હા, સિંગાપોર વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જ્યાં ૧૦૦ ટકા વસ્તી શહેરોમાં વસે છે અને ત્યાં સત્તાવાર રીતે એક પણ ‘ગામડું’ અસ્તિત્વ ધરાવતું નથી. આ દેશને ‘સિટી સ્ટેટ’ તરીકે ઓળખવામાં આવે છે, જેનો અર્થ છે કે એક આખું શહેર જ એક દેશ છે.
સિંગાપોરના ઇતિહાસ પર નજર કરીએ તો ખ્યાલ આવે છે કે પહેલા અહીં પણ નાના-નાના ગામડાંઓ હતા. આ વસાહતો મુખ્યત્વે માછીમારો અને વેપારીઓની હતી. 19મી સદીમાં જ્યારે સિંગાપોર બ્રિટિશ શાસન હેઠળ વેપારી કેન્દ્ર બન્યું, ત્યારથી તેનો વિકાસ ઝડપથી શરૂ થયો. તેની ખાસ ભૌગોલિક સ્થિતિને કારણે તે આંતરરાષ્ટ્રીય સ્તરે વેપાર માટેનું મુખ્ય મથક બની ગયું. 1970ના દાયકા સુધી સિંગાપોરમાં 200થી વધુ ગામડાઓ હતા, જેને સ્થાનિક ભાષામાં 'કંપોંગ' કહેવામાં આવતા હતા. આ ગામડાઓમાં લાકડાના મકાનો, કાચા રસ્તાઓ અને ખેતી પર નિર્ભર પરંપરાગત જીવનશૈલી જોવા મળતી હતી.
સિંગાપોરના આ પરિવર્તનમાં તેની ભૌગોલિક સ્થિતિએ મોટી ભૂમિકા ભજવી છે. દુનિયાના સૌથી વ્યસ્ત દરિયાઈ માર્ગો પાસે હોવાને કારણે અહીં જહાજોની સતત અવરજવર રહેતી હતી. આનાથી વેપાર વધ્યો અને વિદેશી કંપનીઓ સિંગાપોર તરફ આકર્ષાઈ, જેનાથી રોજગારીની નવી તકો ઉભી થઈ. આ આર્થિક વિકાસે ગામડાઓને શહેરોમાં બદલવાની પ્રક્રિયા તેજ બનાવી દીધી. 1980ના દાયકા સુધીમાં આ તમામ જૂના ગામડાઓ આધુનિક શહેરોમાં ફેરવાઈ ગયા હતા.સિંગાપોર પાસે જમીન ઘણી મર્યાદિત છે, તેથી સરકાર પાસે જમીનનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. આ મર્યાદાને કારણે અહીં ઊંચી ઇમારત, મોટા કોમ્પ્લેક્સ અને અત્યાધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવી. ગામડાઓની જગ્યાએ રહેણાંક ટાઉનશિપ અને ઔદ્યોગિક વિસ્તારો બનાવવાનું આયોજન કરવામાં આવ્યું. આજે સિંગાપોર દુનિયાના સૌથી વિકસિત દેશોમાં ગણાય છે, જ્યાં ગામડાના અવશેષો પણ જોવા મળતા નથી, માત્ર ગગનચુંબી ઇમારતો અને આધુનિકતાનો જ નજારો જોવા મળે છે.
(5:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
