<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd June 2026

આ છે દુનિયાનું સૌથી મોંઘું તરબૂચઃ સોના કરતા પણ ક્‍યાંય વધારે ભાવ, એક તરબૂચની કિંમત ૬ લાખ રુપિયા

તરબૂચની છાલ એકદમ કાળી અને ચમકદાર હોય છે, જે તેને અન્‍ય તરબૂચ કરતા અલગ તારવે છે. અંદરથી એકદમ લાલ, ખૂબ જ મીઠું અને ક્રિસ્‍પી હોય છે

ટોકયો તા.૨: ગરમીની સિઝનમાં ભારતમાં રોડ પર તરબૂચ તમને દરેક જગ્‍યાએ ૨૦ રુપિયે કિલોના ભાવે વેચાતા જોવા મળી જશે. લોકો તેને કાપી ઠંડકની મજા માણતા હોય છે. પણ શું તમે જાણો છો કે દુનિયામાં એવા તરબૂચ પણ છે, જેની કિમત ૬ લાખ રુપિયા પ્રતિ પીસ સુધી પહોંચી જાય છે.

જી હાં, જાપાનના ડેંસુકે વોટરમેલ દુનિયાનું સૌથી મોંઘું તરબૂચ હોવાનું કહેવાય છે. આ તરબૂચની છાલ એકદમ કાળી અને ચમકદાર હોય છે, જે તેને અન્‍ય તરબૂચ કરતા અલગ તારવે છે. અંદરથી એકદમ લાલ, ખૂબ જ મીઠું અને ક્રિસ્‍પી હોય છે. આ તરબૂચ ખાલી જાપાનના હોક્કાઈડો દ્વીપના તોહમા વિસ્‍તારમાં ઉગાડવામાં આવે છે. અહીંની જ્‍વાળામુખીવાળી માટી, ઠંડી જળવાયુ અને ખાસ ખેતીની રીત તેની દુર્લભતા અને સ્‍વાદ પાછળનું રહસ્‍ય છે.

છતાં સવાલ તો એક જ છે, આખરે આ તરબૂચ આટલું મોંઘું કેમ હોય છે? હકીકતમાં તે ખૂબ જ દુર્લભ છે. આખા જાપાનમાં ખૂબ જ ઓછી જગ્‍યામાં તેને ઉગાડવામાં આવે છે. ખેડૂતો દરેક છોડની આગવી દેખરેખ રાખે છે. ફળને ખાસ રીતે ઢાંકવામાં આવે છે. વાત સ્‍વાદની કરીએ તો સામાન્‍ય તરબૂચથી આ ક્‍યાંય વધારે મીઠા અને ક્રિસ્‍પી હોય છે. દર સીઝનનું પ્રથમ તરબૂચ હરાજીમાં રાખવામાં આવે છે, જ્‍યાં અમીર લોકો તેને લાખો રુપિયામાં ખર્ચ કરીને ખરીદે છે અને આ તરબૂચને પોતાના ઘરે લઈ જાય છે.

પહેલા પ્રીમિયમ ડેંસુકે તરબૂચની હરાજીમાં રેકોર્ડ ૬૧૦૦ અમેરિકી ડોલર સુધી બોલી લાગી ચૂકી છે. સામાન્‍ય એવા સારી ક્‍વાલિટીના તરબૂચ પણ ૨૫૦-૩૦૦ ડોલર (૨૦-૨૫ હજાર રુપિયા)માં વેચાય છે. જાપાનમાં આ તરબૂચ લક્‍ઝૂરી ગિફટ તરીકે આપવામાં આવે છે. અમીર લોકો, લક્‍ઝૂરી હોટલ, સ્‍પેશિયલ ઓકેઝન્‍સ પર તેને ખરીદીને લઈ જાય છે.

ખેડૂતો દરેક છોડ પર અમુક પસંદગીના ફળ રાખે છે, જેથી બાકીના ફળને વધારે પોષણ મળી શકે. ફળને ખાસ કાગળ અથવા નેટથી ઢાંકીને રાખવામાં આવે છે, જેથી તેની કાળી છાલ પરફેક્‍ટ બને. આખી પ્રક્રિયા હાથથી કરવામાં આવે છે. મશીનોનો ઓછો ઉપયોગ થાય છે. આ જ કારણ છે કે પ્રોડક્‍ટ ખૂબ ઓછું થાય છે, પણ ક્‍વાલિટી વિશ્વસ્‍તરીય હોય છે. આ તરબૂચ ન ફક્‍ત મોંઘા છે, પણ પૌષ્ટિક પણ માનવામાં આવે છે. તેમાં વિટામિન, મિનરલ્‍સ અને એન્‍ટીઓક્‍સિડેંટ્‍સ ભરપૂર માત્રામાં હોય છે. જાપાની લોકો તેને બ્‍લેક ઝેવેલ કહીને બોલાવે છે.

(9:50 AM IST)