News of Tuesday, 12th May 2026
વસ્તીગણતરીમાં ખોટી માહિતી આપવા બદલ ₹1,000 દંડ અને 3 વર્ષ સુધીની કેદની જોગવાઈ
પરિવારમાં દંપતીની સંખ્યા પત્નીઓની સંખ્યાના આધારે નક્કી કરાશે :એકથી વધુ પત્ની હોય તો તે 'ડબલ ફેમિલી' ગણાશે

નવી દિલ્હી :વસ્તીગણતરીમાં કોઈપણ તથ્યને જાણીજોઈને છૂપાવવા પર વસ્તીગણતરી અધિનિયમ 1948ની કલમ-11 હેઠળ 1 હજાર રૂપિયાનો દંડ અને ત્રણ વર્ષ કેદની સજાની જોગવાઈ છે.
આ મામલામાં ઉત્તરદાતા અને વસ્તીગણતરી કરનાર માટે એક સમાન જોગવાઈ છે. જ્યારે વસ્તીગણતરીમાં પ્રાપ્ત તથ્યોને કોઈ વસ્તીગણતરીકાર બહાર શેયર કરે છે, તો આરોપ સાબિત થવા પર પણ દંડની જોગવાઈ છે.
વસ્તીગણતરીમાં સોમવારે પાંચમા દિવસે સ્વગણના થઈ. સ્વગણના દરમિયાન કેટલાક લોકોના તથ્યો છૂપાવવાની ચર્ચા વચ્ચે વસ્તીગણતરીકાર અને નિરીક્ષક પણ સતર્ક થઈ ગયા છે. તેમાં વસ્તીગણતરી અધિનિયમની જોગવાઈઓની વાત થઈ રહી છે. જો હાઉસ લિસ્ટિંગ બ્લૉકમાં વધારે અનિયમિતતાઓ ઉજાગર થશે તો વસ્તીગણતરીકાર જવાબદાર હશે. જ્યારે કોઈ બ્લૉકમાં રહેનારાની સંખ્યા ઘણી ઓછી હશે તો શંકાના આધારે પુનર્નિરીક્ષણ કરી શકાય છે.
ગોરખપુરમાં ચાર્જ અધિકારી/SDM સદર દીપક ગુપ્તાએ કહ્યુ છે કે વસ્તીગણતરીમાં વસ્તીગણતરીકાર ઘરેઘરે જશે અને ભૌતિક સત્યાપન કરીને જ ફીડિંગ કરશે. જો કોઈનું મોટું મકાન છે અને તેના ઓરડાની સંખ્યા ઓછી જણાવવામાં આવે છે, તો વસ્તીગણતરીકર્મી તેની તપાસ કરશે. જો કોઈના ઘરમાં બે અથવા ત્રણ કાર છે અને મકાનમાલિક તેમાંથી એક જ કાર પોતની હોવાનું જણાવી રહ્યો છે, તો હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ સહીત અન્ય માધ્યમથી પણ તપાસ કરવામાં આવશે.
આને લઈને જિલ્લા વસ્તીગણતરી અધિકારી વિનીતકુમાર સિંહએ જણાવ્યુ છે કે વસ્તીગણતરીમાં કોઈએ સ્થાવર-જંગમ મિલ્કતને છૂપાવવાની જરૂર નથી. આ તથ્યોથી ઈન્કમટેક્સને અન્ય સુવિધાઓનો કોઈ સંબંધ નથી. વસ્તીગણતરી દરમિયાન કોઈ વિવાદ બાદ આરોપ સાબિત થવા પર વસ્તીગણતરી અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
વસ્તીગણતરી માટે ભરવામાં આવતા ફોર્મમાં ઘણાં સવાલો અને યોગ્ય વિકલ્પ હેરાન કરનારા છે. 34 સવાલોમાંથી એક સવાલ એ પણ છે કે તમારી પત્ની કેટલી છે? જો પત્ની બે હશે તો ડબલ ફેમિલી એટલે કે બે દંપત્તિનો વિકલ્પ ભરવાનો રહેશે. જો એક મહિલાને બે પતિ હોય તો સિંગલ ફેમિલી એટલે કે એક દંપત્તિ માનવામાં આવશે.
કોઈપણ પરિવારમાં દંપત્તિની ગણતરી પત્નીની સંખ્યાથી જ નિર્ધારીત થશે. જેટલી પત્નીઓ, એટલા જ દંપત્તિ. પરિવારમાં દાદા-દાદી, પિતા-માતા અને પુત્ર-પુત્રવધૂ હોય તો તેનો અર્થ એ નથી કે અગ્રણી એ જ હશે જે મોટો હશે. એટલે કે જરૂરી નથી કે દાદા અથવા પિતા જ અગ્રણી હોય, કોઈપણ થઈ શકે છે. પરિવારના સદસ્ય જે અગ્રણી ગણાવશે, તે ફોર્મમાં ભરવામાં આવશે. વસ્તીગણતરી માટે ફોર્મ સંપૂર્ણ અભ્યાસ કરીને તૈયાર કરવામાં આવ્યું છે.
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
