<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

મણીપુરના ચંદેલમાં ઝેરી દારૂકાંડથી 11 લોકોના મોત : 181 લોકો હોસ્પિટલમાં દાખલ : તપાસના આદેશ

સમગ્ર વિસ્તારમાં ભારે શોક અને ચકચાર મચી: મુખ્યમંત્રી યુમનામ ખેમચંદ સિંહે ઇમ્ફાલની હોસ્પિટલોની રૂબરૂ મુલાકાત લીધી

મણિપુરના ચંદેલ જિલ્લાના ચકપિકારોંગ વિસ્તારમાં સર્જાયેલી એક ગંભીર દુર્ઘટનામાં શંકાસ્પદ ઝેરી (સ્પુરિયસ) દારૂ પીવાથી 11 લોકોનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે શોક અને ચકચાર મચી ગઈ છે. ઝેરી દારૂની અસરના કારણે બિમાર પડેલા અંદાજે 181 જેટલા લોકોને તાત્કાલિક સારવાર અર્થે રાજ્યની રાજધાની ઇમ્ફાલની બે હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ગંભીર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને મણિપુરના મુખ્યમંત્રી યુમનામ ખેમચંદ સિંહે ઇમ્ફાલની હોસ્પિટલોની રૂબરૂ મુલાકાત લીધી હતી અને દર્દીઓની સ્વાસ્થ્ય સ્થિતિ અંગે પૂછપરછ કરી તબીબોને શ્રેષ્ઠ સારવાર આપવા સૂચના આપી હતી. રાજ્ય સરકાર દ્વારા આ સમગ્ર ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે, તેમજ ગેરકાયદેસર દારૂના વેચાણ અને ઉત્પાદન સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.   

 

(11:09 PM IST)