<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th September 2026

૫ વર્ષમાં ગુજરાતના ૪ સહિત દેશના ૧૧૧ ધારાસભ્‍યો અને સાંસદનો પક્ષપલટો

પક્ષ પલટા પાછળ સૌથી મહત્ત્વનું કારણ પૈસા અને સત્તાની લાલસાઃ એસોસિએશન ડેમોક્રેટિક રિફોર્મ્‍સ(ADR)નું રસપ્રદ વિશ્‍લેષણ : ચૂંટણી જીત્‍યા પછી પક્ષ બદલનારા વર્તમાન ધારાસભ્‍યો અને સાંસદોની કુલ ટકાવારીમાંથી હાલ લોકસભાના ૫ ટકા, રાજ્‍યસભાના ૩ ટકા અને વિધાનસભાના ૨ ટકા સભ્‍યો છે

નવી દિલ્‍હી તા.૨૫: રાજ્‍ય વિધાનસભાઓ, લોકસભા અને રાજ્‍યસભામાં ચૂંટણી જીત્‍યા પછી વર્ષ ૨૦૨૨થી ૨૦૨૬ સુધીના સમયગાળામાં રાજકીય પક્ષ બદલી નાખનારાનું રસપ્રદ વિશ્‍લેષણ એસોસિએશન ડેમોક્રેટિક રિફોર્મ્‍સ(ADR) દ્વારા જાહેર કરાયું છે. તે મુજબ કુલ ૧૧૧ વર્તમાન ધારાસભ્‍યો અને સાંસદ એવા છે, જેમણે ચૂંટાયા પછી વિવિધ કારણસર પક્ષ બદલી નાખ્‍યો હતો. જેમાં ગુજરાતના પણ ચાર ધારાસભ્‍યોનો સમાવેશ થાય છે. પક્ષ પલટા પાછળ સૌથી મહત્ત્વનું કારણ પૈસા અને સત્તાની લાલસા હોવાનું પણ જણાવાયું છે.

ગુજરાત સહિત દેશભરમાં અવારનવાર ધારાસભ્‍યથી લઇને સાંસદો વ્‍યક્‍તિગત કે સામૂહિક રીતે પક્ષપલટો કરતા હોય તેનું પ્રમાણ છેલ્‍લા કેટલાક વર્ષથી વધ્‍યું છે. કેટલાક કિસ્‍સામાં મૂળ પક્ષ કરતા વધુ લોકો પાટલી બદલતા હોવાના કારણે પક્ષ શરૂ કરનારા કરતા વધુ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાટલી બદલુઓના પક્ષમાં હોય છે. ADR દ્વારા છેલ્‍લા પાંચ વર્ષમાં યોજાયેલી વિધાનસભા, લોકસભા અને રાજ્‍યસભાની ચૂંટણીઓનો અહેવાલમાં સમાવેશ કરાયો છે. જેમાં એ બાબતની નોંધ લેવામાં આવી છે કે ૧૧૧ કેસોને ચાર કેટેગરીમાં વર્ગીકૃત કરાયા છે. જેમાં વ્‍યક્‍તિગત રીતે પક્ષ પલટા કરી ધારાસભ્‍ય સ્‍વેચ્‍છાએ પક્ષ છોડી દે છે અને ગૃહમાંથી રાજીનામું આપ્‍યા વિના બીજા પક્ષમાં જોડાય છે.

બીજી કેટેગરીમાં મૂળ પક્ષ કે તેનો નોંધપાત્ર ભાગ અન્‍ય પક્ષમાં ભળી જાય છે. જેમ કે, નાગાલેન્‍ડમાં NDPP-NPF જેવા કિસ્‍સામાં જોવા મળ્‍યું હતું. ત્રીજી કેટેગરીમાં રાજીનામું આપી પેટા ચૂંટણી નવા પક્ષમાં જોડીને લડે છે અને જીતે છે. ચોથી કેટેગરી પ્રમાણે ગેરલાયક ઠરાવાયા હોય અને પછી અન્‍ય પક્ષમાં જોડાઇને ફરીથી બેઠક જીત્‍યા હોય તેવા છે. આવા સભ્‍યોમાં સૌથી વધુ વિધાનસભાના ૭૮, લોકસભાના ૨૬ અને રાજ્‍યસભાના ૭ સભ્‍યોનો સમાવેશ થાય છે.

ચૂંટણી જીત્‍યા પછી પક્ષ બદલનારા વર્તમાન ધારાસભ્‍યો અને સાંસદોની કુલ ટકાવારીમાંથી હાલ લોકસભાના ૫ ટકા, રાજ્‍યસભાના ૩ ટકા અને વિધાનસભાના ૨ ટકા સભ્‍યો છે. પક્ષ દીઠ ટકાવારીમાં સૌથી વધુ NDPPના ૨૩ ટકા, AITC(ઓલ ઇન્‍ડિયા તૃણમુલ કોંગ્રેસ)ના ૧૮ ટકા, કોંગ્રેસના ૧૭ ટકા, BRSના ૮ ટકા, આપના ૬ ટકા, શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના ૫ ટકા, જેડી(યુ)ના ૫ ટકા, NPPના ૪ ટકા, BSP, SAD અને PDFના ૨-૨ ટકા તેમજ અન્‍ય ત્રણ પક્ષના એક-એક ટકા ધારાસભ્‍યો કે સાંસદો પક્ષ છોડી ગયા છે.

ADR દ્વારા એ બાબતની પણ ગંભીર નોંધ લેવાઇ છે કે કેટલીક વિધાનસભામાં તાજેતરની સરકારના પતન માટે તેમના ધારાસભ્‍યોના પક્ષ પલટા પણ જવાબદાર છે. ભાજપમાં કુલ ૨૬ ટકા અને ફભ્‍જ્‍માં ૨૯ ટકા જેટલા ધારાસભ્‍યો સાંસદો જોડાયા છે. વિવિધ રાજ્‍યોમાં પક્ષ બદલનારાઓમાં સૌથી વધુ ૩૨(૨૯ ટકા) નાગાલેન્‍ડ અને પヘમિ બંગાળ-૨૦(૧૮ ટકા) સાથે બીજા ક્રમે છે. ADR દ્વારા પક્ષ બદલી નાખનારા ઉપર જાહેર પદ સંભાળવા ઉપર પ્રતિબંધ મૂકવા અને છ મહિનામાં તે અંગેની કાર્યવાહી કરવા ભલામણ કરાઇ છે. ઉમેદવારોની પસંદગી પણ ફક્‍ત ચૂંટણી જીતવાને બદલે લાયકાત મુજબ થવી જોઇએ.

જે પાર્ટીમાં સામેલ થયા તેના ધારાસભ્‍યો- સાંસદોની સંખ્‍યાની વિગતો

NPF-32 ધારાસભ્‍ય

ભાજપ-૭ રાજ્‍યસભા સાંસદ અને ૨૨ ધારાસભ્‍યો

નેશનાલિસ્‍ટ સિટિઝન્‍સ પાર્ટી ઓફ ઇન્‍ડિયા-૨૦ લોકસભા સાંસદ

કોંગ્રેસ-૯ ધારાસભ્‍ય

NPP-6 ધારાસભ્‍ય

શિવસેના-૬ લોકસભા સાંસદ અને ૨ ધારાસભ્‍ય

PPA-4 ધારાસભ્‍ય

આપ-૧ ધારાસભ્‍ય એડી-૧ ધારાસભ્‍ય

SKM-૧ ધારાસભ્‍ય

ગુજરાતના ચાર ધારાસભ્‍ય કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા

અર્જુન મોઢવાડિયા

સી. જે. ચાવડા

અરવિંદ લાડાણી

ચિરાગ પટેલ

વિવિધ પાર્ટી છોડનારા ધારાસભ્‍યો અને સાંસદોની સંખ્‍યા

NDPP     25

AITC      20

કોંગ્રેસ     ૧૯

BRS     9

NCP    7

આપ     ૭

શિવસેના

(ઉદ્ધવ ઠાકરે)     ૬

જેડી (યુ)     ૫

NPP     4

BSP    2

PDF    2

SAD    2

અન્‍ય પક્ષના    ૩

પક્ષપલટા પાછળનાં કારણો

મૂલ્‍ય આધારિત રાજકારણની ગેરહાજરી

પૈસા અને સત્તાની લાલસા

પૈસા અને બાહુબળ

મંત્રી પદ ચેમ્‍બરની લાલચ

કાર્યક્ષમ, પ્રમાણિક અને વિશ્વસનીય નેતાઓની અછત

રાજકીય પક્ષો સંબંધિત કાયદાઓનો અભાવ

અધ્‍યક્ષના નિર્ણયોની ચિતા (મોટાભાગે શાસક પક્ષના હોવાથી)

ગેરલાયકાતની બાબતોની લાંબી કાર્યવાહી

સત્તાનો દુરુપયોગ કરી ચોક્કસ નેતા વિરુદ્ધ કાર્યવાહીમાંથી પાછા ખેંચવા અને ગુનેગારોને રાજકારણમાં અવરિત પ્રવેશ આપવો.

 

(10:58 AM IST)