News of Thursday, 22nd October 2026
જમ્મુ-કાશ્મીરમાં દરબાર સ્થળાંતરની ૧૫૪ વર્ષ જૂની પરંપરા ચાલુ; શ્રીનગરમાં કચેરીઓ ૩૦-૩૧ ઓક્ટોબરે બંધ થશે, જમ્મુમાં ૨ નવેમ્બરે કાર્ય શરૂ, કર્મચારીઓને વિશેષ ભથ્થું

જમ્મુઃ જમ્મુ-કાશ્મીર સરકારે શિયાળા માટે સરકારી કચેરીઓ શ્રીનગરથી જમ્મુ ખસેડવાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. પાંચ દિવસનું કાર્યસપ્તાહ ધરાવતી કચેરીઓ ૩૦ ઓક્ટોબરે અને છ દિવસ કામ કરતી કચેરીઓ ૩૧ ઓક્ટોબરે કામગીરી પૂર્ણ થયા પછી બંધ થશે. સંબંધિત કચેરીઓ જમ્મુમાં ૨ નવેમ્બરથી ફરી કાર્યરત બનશે.
સામાન્ય વહીવટ વિભાગના આદેશ મુજબ કેટલીક કચેરીઓ સંપૂર્ણ અને કેટલીક મર્યાદિત કર્મચારીઓ સાથે સ્થળાંતર કરશે. મર્યાદિત સ્થળાંતર કરતી કચેરીમાં કુલ કર્મચારીઓના ૩૩ ટકા અથવા દસ કર્મચારી, બેમાંથી જે ઓછી સંખ્યા હોય તે લાગુ પડશે. કર્મચારીઓના પરિવહન માટે ૩૧ ઓક્ટોબર અને ૧ નવેમ્બરે રાજ્ય માર્ગ પરિવહન નિગમને બસોની વ્યવસ્થા કરવા જણાવાયું છે.
સમયમર્યાદામાં સ્થળાંતર કરનારા કર્મચારીઓને રૂ.૨૫ હજારનું વિશેષ પ્રવાસભથ્થું મળશે. નિયત સમયમર્યાદામાં નહીં જનારને આ ભથ્થું નહીં મળે. મહારાજા રણબીરસિંહે વર્ષ ૧૮૭૨માં શરૂ કરેલી આ મોસમી સ્થળાંતરની પરંપરા વર્ષ ૨૦૨૧માં બંધ કરાઈ હતી અને વર્ષ ૨૦૨૫માં ફરી શરૂ થઈ હતી. શિયાળા દરમિયાન શ્રીનગરમાં મર્યાદિત સચિવાલય વ્યવસ્થા પણ જાળવવામાં આવશે.
(5:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
