News of Friday, 17th July 2026
‘ક્રાઈમ પેટ્રોલ' જોઈને ૨૨ વર્ષના યુવાને ૧૭ વર્ષની પ્રેમિકાની હત્યા કરી
સગીરાને ગિફટ આપવાના બહાને જંગલમાં લલચાવીને લઈ ગયો હતો અને ત્યારબાદ તેની હત્યા કરીઃ આરોપીની ધરપકડ

મુંબઈ,તા.૧૭: મુંબઈ ના કાંદિવલી ઈસ્ટમાં ટેલિવિઝન શો ‘ક્રાઈમ પેટ્રોલ‘ જોઈને હત્યાનું કાવતરું ઘડી પોતાની ૧૭ વર્ષની પ્રેમિકાની નિર્મમ હત્યા કરવાના આરોપસર મુંબઈ પોલીસ (Mumbai Police)એ ૨૨ વર્ષના એક યુવકની ધરપકડ કરી છે.
સિદ્ધિ વિશ્વકર્મા (૧૭ વર્ષ) તરીકે ઓળખાતી આ સગીરાનો મૃતદેહ ૧૦ જુલાઈના રોજ સમતા નગર પોલીસ સ્ટેશન ની હદમાં આવેલા દામુ નગરના જંગલ વિસ્તારમાંથી મળી આવ્યો હતો. વન વિભાગ ના કર્મચારીઓ જ્યારે નિયમિત પેટ્રોલિગ પર હતા ત્યારે તેમને આ મૃતદેહ મળી આવ્યો હતો અને તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ હાથ ધરીને કાંદિવલી ઈસ્ટના રહેવાસી આરોપી સૂરજ વાઘમરે (૨૨ વર્ષ)ની ધરપકડ કરી છે.
પ્રાથમિક તપાસ મુજબ, આરોપી સૂરજ અને પીડિતા એક ગણપતિ મંડળના કાર્યક્રમમાં મળ્યા બાદ છેલ્લા દોઢ વર્ષથી પ્રેમ સંબંધમાં હતા.
મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી સૂરજ આ સગીરા પર લગ્ન કરવા માટે દબાણ કરી રહ્યો હતો, પરંતુ સગીરાએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. ન્યૂઝના અહેવાલ મુજબ, સગીરાએ ના પાડતાં આરોપીએ હત્યા કરવા અને પુરાવાનો નાશ કરવાની પદ્ધતિઓ દર્શાવતા ટીવી ક્રાઈમ શો ‘ક્રાઈમ પેટ્રોલ‘ જોઈને યુવતીની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું.
પોલીસે જણાવ્યું કે, આરોપી સૂરજ વાઘમરેએ સિદ્ધિને કોઈ અનોખી ભેટ આપવાના બહાને જંગલ વિસ્તારમાં બોલાવી હતી. ત્યાં તેણે સગીરાને આંખો બંધ કરવા કહ્યું અને તેની આંખો પર પટ્ટી બાંધી દીધી હતી. ત્યારબાદ તેણે સગીરા પર ચપ્પુ વડે હુમલો કરી તેનું ગળું કાપી નાખ્યું હતું. હત્યા કર્યા બાદ તે મૃતદેહને જંગલમાં જ છોડીને પુરાવા ભૂંસવાનો પ્રયાસ કરીને ત્યાંથી નાસી ગયો હતો.
મૃતદેહ મળ્યાના થોડા જ સમયમાં પીડિતાની ઓળખ થઈ ગઈ હતી, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરીને આરોપી સૂરજ વાઘમરેની ધરપકડ કરી લીધી હતી.
આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે અને હાલમાં તે સમતા નગર પોલીસની કસ્ટડીમાં છે. પોલીસનું કહેવું છે કે આખી ઘટનાનો ક્રમ સ્થાપિત કરવા અને વધુ પુરાવા એકત્ર કરવા માટે તપાસ ચાલી રહી છે.
આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેની સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) તેમજ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ (POCSO) એક્ટની સંબંધિત જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ ઘટનાના સંપૂર્ણ ક્રમને સ્થાપિત કરવા, તમામ ડિજિટલ અને ફોરેન્સિક પુરાવાઓની તપાસ કરવા અને આ કથિત હત્યા પાછળના ચોક્કસ હેતુની ચકાસણી કરવા માટે પોતાની તપાસ ચાલુ રાખી રહી છે.
(10:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
