News of Monday, 4th May 2026
ઇન્ટરનેશનલ સટ્ટાબજારમાં પણ આજનાં પરિણામો માટે લાગ્યો છે ૨૪૭ કરોડનો દાવ
અમેરિકાના પ્રેડિક્શન પ્લેટફોર્મ પોલિમાર્કેટ પર પヘમિ બંગાળમાં BJP અને TMC વચ્ચે કાંટાની જોરદાર ટક્કર

નવી દિલ્હી તા.૪: ભારતના પારંપરિક સટ્ટાબજાર ફલોદીની વાત હવે જૂની થઈ ગઈ. આ વખતે ચૂંટણીનો માહોલ જે હદે ગરમાયો છે એમાં આંતરરાષ્ટ્રીય સટ્ટાબજાર પણ સક્રિય થઈ ગયું છે. અમેરિકાનું પોલિમાર્કેટ નામનું પ્રેડિક્શન પ્લેટફોર્મ પણ આ વખતે મેદાનમાં આવી ગયું છે. બિઝનેસ ટુડેના અહેવાલ મુજબ પોલિમાર્કેટ પર લગભગ ૨૬ મિલ્યન ડોલર એટલે કે ૨૪૭ કરોડ રૂપિયાનો દાવ લગાવાયો છે.
અહીં તામિલનાડુ પર સૌથી વધુ ૨૦ મિલ્યન ડોલર એટલે કે ૧૯૦ કરોડ રૂપિયા, પヘમિ બંગાળ માટે ૪૪ કરોડ, કેરલમ માટે ૩.૮ કરોડ રૂપિયા, આસામ પર ૧.૬ કરોડ રૂપિયા દાવ પર લાગેલા છે.
પોલિમાર્કેટના આંકડા અનુસાર પヘમિ બંગાળમાં BJPની જીતની સંભાવના ૫૧ ટકા છે. તામિલનાડુમાં ઝપ્ધ્ની જીતની સંભાવના ૮૮ ટકા છે. આસામમાં ગ્થ્ભ્ની જીતની સંભાવના ૯૮ ટકા છે. પોન્ડિચેરીમાં BJPના ગઠબંધન NDAના વિજયની સંભાવના ૮૬ ટકા છે. કેરલમમાં કોન્ગ્રેસની યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF)ના જીતવાની સંભાવના ૭૫ ટકા છે.
રાજસ્થાનના જોધપુર પાસે આવેલું ફલોદી દાયકાઓથી ચૂંટણીના સટ્ટાબજારનું કેન્દ્ર રહ્યું છે. અહીંનું બજાર અનૌપચારિક અને ગુપ્ત છે, જ્યારે પોલિમાર્કેટનો ડેટા ડિજિટલ અને રિયલ ટાઇમમાં દુનિયાઆખી સામે ઉપલબ્ધ રહે છે. ફલોદી સ્થાનિક નેટવર્ક પર ચાલે છે, જ્યારે પોલિમાર્કેટ ગ્લોબલ છે અને ક્રિપ્ટો આધારિત હોવાથી યુવાઓ વચ્ચે વધુ લોકપ્રિય છે
(10:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
