તા. ૨૬ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૬ બુધવાર
પીએમ કિસાન યોજનાનો ૨૪મો હપ્તા જાહેરઃ ૯.૩૪ કરોડ ખેડૂતોને રાહત
બનાસકાંઠાની ધરતી પરથી વડાપ્રધાન મોદીએ રૂ.૧૯,૦૦૦ કરોડની રકમ ડીબીટી મારફતે સીધી ટ્રાન્સફર કરી

નવી દિલ્હી, તા.૩૦: દેશના કરોડો ખેડૂતો માટે તહેવારોની સિઝનમાં એક અત્યંત ઉત્સાહજનક અને આનંદના સમાચાર સામે આવ્યા છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ૨૪મા હપ્તાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા દેશના અન્નદાતાઓ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિવાળી પૂર્વે મોટી ભેટ આપી છે. ગુજરાતના બનાસકાંઠા ખાતે આયોજિત ભવ્ય કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાને બટન દબાવીને એક જ ક્લિકમાં દેશભરના પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી સીધા રૂ.૨,૦૦૦ ટ્રાન્સફર કર્યા છે, જેનાથી સમગ્ર દેશના કળષિ જગતમાં ખુશીની લહેર દોડી ગઈ છે.
આ મહત્વપૂર્ણ અવસરે વડાપ્રધાન મોદીએ સવારે ૧૦:૩૦ વાગ્યે બનાસકાંઠામાં અદ્યતન એમ્બ્રીયો ટ્રાન્સફર ટેકનોલોજી-ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન લેબોરેટરી અને ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર પશુ ફાર્મની ખાસ મુલાકાત લીધી હતી. ત્યારબાદ, તેમણે બનાસકાંઠા અને ગુજરાતના સર્વાંગી વિકાસને નવી વેગ આપવા માટે રૂ.૧૪,૦૦૦ કરોડથી વધુના વિવિધ મહાકાય વિકાસ પ્રકલ્પોનું શિલાન્યાસ, ઉદ્ધાટન અને રાષ્ટ્રાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પીએમ-કિસાન યોજના હેઠળ આશરે રૂ.૧૯,૦૦૦ કરોડની કુલ રકમ જારી કરવામાં આવી હતી.
દેશભરના ૯૩.૪ મિલિયનથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં કૂલ રૂ.૧૮,૬૯૦ કરોડથી વધુની રકમ સીધી જમા થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ રકમ માત્ર તે જ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી છે જેમના દસ્તાવેજો, ઈ-કેવાયસી અને અરજી પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની ત્રુટિ ન હતી. તહેવારોના સમયે મળેલા આ નાણાકીય ટેકાથી ખેડૂતોની આર્થિક સ્થિતિને મજબૂત બળ મળશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
