<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th June 2026

૨૬ લિફટ, ૩૨ એક્‍સેલેટર અને સીધો મેટ્રો સુધીનો સ્‍કાઈવોક બ્રિજ

૭૧૪ કરોડના ખર્ચે એરપોર્ટને પણ ટક્કર મારે એવું સિકંદરાબાદ રેલવે સ્‍ટેશન

નવી દિલ્‍હી,તા.૪: સિકંદરાબાદ રેલવે સ્‍ટેશન દેશના સૌથી મોટા અને વ્‍યસ્‍ત રેલવે સ્‍ટેશનમાંથી એક છે. અહીં રોજ આશરે ૧૮૦ ટ્રેન સંચાલિત થાય છે અને લગભગ ૧.૫ લાખ મુસાફરો યાત્રા કરે છે. રૂપિયા ૭૧૪.૭૩ કરોડના ખર્ચે ચાલી રહેલા પુનર્વિકાસ કાર્યનો ૬૪ ટકા ભાગ પૂર્ણ થઈ ચૂક્‍યો છે. આ પરિયોજનાનો ઉદ્દેશ્‍ય સ્‍ટેશનને આધુનિક સુવિધાઓ, વધુ સારી કનેક્‍ટિવિટી, સ્‍માર્ટ ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર અને વર્લ્‍ડક્‍લાસ ટ્રાન્‍સપોર્ટ હબ બનાવવાનો છે.

દેશના સૌથી વ્‍યસ્‍ત સ્‍ટેશનોમાં સામેલ સિકંદરાબાદ રેલવે સ્‍ટેશન દક્ષિણ ભારતના સૌથી મહત્‍વપૂર્ણ રેલવે જંક્‍શનમાંથી એક છે. આ રેલવે સ્‍ટેશન ખાતેથી આશરે ૧૮૦ ટ્રેન પસાર થાય છે અને સરેરાશ ૧.૫ લાખ મુસાફરો અહીંથી યાત્રા કરે છે. વધતી મુસાફરોની સંખ્‍યાને જોતા સ્‍ટેશનને મોટાપાયે રિનોવેટ કરવામાં આવી રહ્યું છે.

રૂ.૭૧૪.૭૩ કરોડનો મેગા પ્રોજેક્‍ટ રેલ મંત્રાલય સ્‍ટેશનને સંપૂર્ણ રીતે આધુનિક બનાવવા માટે રૂ.૭૧૪.૭૩ કરોડ ખર્ચ કરી રહી છે. આ પ્રોજેક્‍ટ અમૃત ભારત સ્‍ટેશન યોજના અંતર્ગત ચાલી રહ્યો છે. અત્‍યાર સુધી કુલ કામનો આશરે ૬૪ ટકા ભાગ પૂર્ણ થઈ ચૂક્‍યો છે.

 એરપોર્ટ જેવી હશે નવા સ્‍ટેશનની બિલ્‍ડિંગ સ્‍ટેશનની બંને બાજુ ભવ્‍ય અને આધુનિક સ્‍ટેશન ભવન બનાવવામાં આવી રહ્યાં છે. નવી ઇમારતોની ડિઝાઈન આધુનિક વાસ્‍તુકલા પર આધારિત છે. યાત્રીઓને વધુ સારો વેઇટિગ રૂમ, ટિકિટિગ સુવિધા અને આરામદાયક મુસાફરીનો અનુભવ આપવા પર વિશેષ ધ્‍યાન આપવામાં આવી રહ્યું છે.

બે માળનું એર કોન્‍કોર્સ બનશે આકર્ષણનું કેન્‍દ્ર પ્રોજેક્‍ટ હેઠળ બે લેવલનું એર કોન્‍કોર્સ બનાવવામાં આવી રહ્યું છે. આથી મુસાફરોને પ્‍લેટફોર્મ બદલવામાં સરળતા રહેશે અને ભીડ પણ ઓછી થશે. પ્‍લેટફોર્મ ઉપર મોટા કવર સ્‍ટ્રક્‍ચર પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે જેથી મુસાફરોને હવામાનથી સુરક્ષા મળી રહે

પાર્કિગ, લિફટ અને એસ્‍કેલેટર જેવી સુવિધાઓ સ્‍ટેશન પરિસરમાં મલ્‍ટી લેવલ પાર્કિગ વિકસાવવામાં આવી રહી છે. સાથે જ ૨૬ લિફટ અને ૩૨ એસ્‍કેલેટર લગાવવામાં આવી રહ્યા છે. આથી વયસ્‍ક, દિવ્‍યાંગ મુસાફરો અને ભારે સામાન સાથે મુસાફરી કરતા લોકોને મોટી રાહત મળશે. (G. Kishan Reddy)મેટ્રો સાથે સીધા જોડાણની સુવિધાઃ સિકંદરાબાદ ઈસ્‍ટ અને વેસ્‍ટ મેટ્રો સ્‍ટેશનોને સ્‍કાયવોક દ્વારા રેલવે સ્‍ટેશન સાથે જોડવામાં આવશે. આથી મુસાફરોને રસ્‍તો પાર કર્યા વિના સીધા મેટ્રો અને રેલવે વચ્‍ચે મુસાફરી કરવાની સુવિધા મળશે. આથી શહેરના પબ્‍લિક ટ્રાન્‍સપોર્ટ નેટવર્કને પણ મજબૂતી મળશે.

ગ્રીન અને સ્‍માર્ટ સ્‍ટેશન તરફ પગલા સ્‍ટેશન પરિસરમાં સોલર પાવર પ્‍લાન્‍ટ અને EV ચાર્જિગ જેવી સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. સાથે જ આધુનિક મુસાફરી સુવિધાઓ અને પર્યાવરણને અનુકૂળ ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર પર પણ ધ્‍યાન આપવામાં આવી રહ્યું છે જેથી સ્‍ટેશન ભવિષ્‍યની જરૂરિયાતોને અનુરૂપ બની શકે.

ઝડપથી ચાલી રહ્યું છે નિર્માણ કાર્ય પ્રોજેક્‍ટ હેઠળ નોર્થ સ્‍ટેશન બિલ્‍ડિંગ, સાઉથ સ્‍ટેશન બિલ્‍ડિંગ, એર કોન્‍કોર્સ, મલ્‍ટી લેવલ પાર્કિગ, ટ્રાવેલેટર સાથે ફૂટ ઓવર બ્રિજ, અંડરગ્રાઉન્‍ડ વોટર ટેન્‍ક, સિવેજ ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટ અને મેટ્રો કનેક્‍ટિવિટી માટે સ્‍કાયવોક જેવા અનેક મોટા કામો એકસાથે ચાલી રહ્યા છે. આ બધું પૂર્ણ થયા પછી સિકંદરાબાદ રેલવે સ્‍ટેશન દેશના સૌથી આધુનિક રેલવે સ્‍ટેશનોમાં સામેલ થશે.

(9:58 AM IST)