News of Saturday, 14th November 2026
ચીનમાં ૧૫૪ રૂપિયામાં વેચાયો ૨બીએચકે ફલેટ

હેગાંગ,તા.૧૪: ચીનમાં ડબલ ૧૧ નામના સ્પેશ્યલ સેલમાં એક યુવાને લગભગ સાડાપાંચ લાખ રૂપિયાનું ઘર માત્ર ૧૫૪ રૂપિયામાં ખરીદ્યું હતું. અલબત્ત, આ ઘર પોતાના નામે રજિસ્ટર કરાવવા માટે ટેક્સ અને અન્ય બાકી ચાર્જિસ પેટે તેણે ૨૮,૦૦૦ રૂપિયા ચૂકવવા પડશે. જોકે લાખો રૂપિયાનું ઘર માંડ દોઢસો રૂપિયામાં મળ્યું એવું બન્યું કઈ રીતે? આ અનોખું ઑક્શન ઈ-કોમર્સ કંપની અલીબાબાના ઑનલાઇન પ્લેટફોર્મ અલીબાબા ઑક્શન પર થયું હતું. એમાં હેગાંગ શહેરના એક ઘરની બોલી લાગી હતી. સાતમા માળે ૭૩૫ સ્ક્વેર ફુટમાં બે બેડરૂમ, હોલ, કિચનનું ઘર આટલું સસ્તું મળી શક્યું એ પાછળ ચીનનો પ્રખ્યાત ડબલ ૧૧ શોપિગ ફેસ્ટિવલ કારણભૂત છે. ઑક્શનની પ્રારંભિક કિમત માત્ર ૧ યુઆન એટલે કે ૧૪ રૂપિયા રાખવામાં આવી હતી. એ પછી નિયમ અનુસાર માત્ર ૦.૦૧ યુઆનનો જ વધારો કરી શકાય એમ હતો અને સૌથી વધુ રકમ ૧૧ યુઆન જ લગાવી શકાય એમ હતી. ફલેટ ખરીદવા માટે લગભગ ૧૬૭૭ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. એ પછી ઑક્શનમાં ૧૦૦૧ વાર બોલી લગાવવામાં આવી. જે વ્યક્તિએ છેલ્લી ૧૦૦૧મી બોલી લગાવી તેને આ ફલેટ મળી ગયો હતો. સાઉથ ચાઇના મોર્નિગ પોસ્ટના અહેવાલ મુજબ ૨ગ્ણ્ધ્નો ફલેટ બજારકિમત અનુસાર ૪૦,૦૦૦ યુઆન એટલે કે લગભગ ૫.૫ લાખ રૂપિયાનો છે. હેગાંગ શહેર ખૂબ જ ઠંડી અને બરફવર્ષા માટે બહુ જાણીતું છે એટલે આ ઘર ખરીદનાર આ ઘરને વિન્ટર હોલિડે હોમ તરીકે વાપરવા માગે છે
(4:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
