તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Tuesday, 27th October 2026
ગરીબ રથ ટ્રેનમાં ૩ ઓન-ડયુટી ટિકિટ-કલેક્ટરની મારપીટ
દારૂડિયા પેસેન્જરોએ દોડતી ટ્રેનમાં ધમાલ કરી ત્યાર બાદ રેલવે યુનિયન થયું આક્રમક

મુંબઈ તા.૨૭: દિલ્હીથી મુંબઈ આવી રહેલી ગરીબ રથ એક્સપ્રેસમાં ૩ ઑન ડ્યુટી ટિકિટ કલેક્ટર (TC)ની મારપીટ કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. ટ્રેનમાં પ્રવાસ કરી રહેલા દારૂનો નશો કરીને બેસેલા પેસેન્જરોએ વ્ઘ્ની મારપીટ કરી હતી. આ ઘટના બાદ વેસ્ટર્ન રેલવે મઝદૂર સંઘે ઘટનાની તપાસનો આદેશ આપવામાં આવે અને કાર્યવાહી કરવામાં આવે એવી માગણી કરી છે. આ મામલે વડોદરા રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ ઘટનામાં નશામાં ધુત પ્રવાસીઓએ વ્ઘ્ પર હુમલો કરવા ઉપરાંત તેમનાં ઇન્સ્પેક્શન મશીન અને હેન્ડહેલ્ડ ટર્મિનલ (HHT) પણ ઝૂંટવી લીધાં હતાં. HHT મશીનથી જ TC રિયલ ટાઇમ ડેટા કલેક્શન કરે છે તથા બાર કોડ સ્કેન અને ટિકિટ મેનેજમેન્ટ કરવામાં કરતા હોય છે. આ ઘટનાથી રોષે ભરાયેલા યુનિયન વેસ્ટર્ન રેલવે મઝદૂર સંઘે પોલીસ ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કેમેરાનાં ફુટેજ ચકાસવાની તથા ટ્રેનમાં પ્રવાસ કરી રહેલા ઘટનાના સાક્ષી રહેલા અન્ય પેસેન્જરોનાં નિવેદનો નોંધે એવી માગણી પણ કરી છે.
આરોપી પેસેન્જરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે એવી માગણી યુનિયન દ્વારા વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર પાસે કરવામાં આવી હતી. જે TC પર હુમલો કરવામાં આવ્યો તેમનાં નામ બસંત, અમિત અને અંકિત હોવાનું જાણવા મળ્યું હતું. દારૂબાજ પેસેન્જરો અડધી રાત્રે કોચમાં આંટા મારીને, સીટીઓ વગાડીને મુસાફરોને પરેશાન કરતા હોવાની જાણ TCએ કન્ટ્રોલરૂમને શુક્રવારે મોડી રાત્રે ૧.૨૭ વાગ્યે કરી હતી. TCએ જ્યારે તેમને રોકવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમણે જીભાજોડી કરી હતી અને ૨.૧૫ વાગ્યા પછી TC પર હુમલો કર્યો હતો. આગળ ગોધરા સ્ટેશન પર ગાડી રોકવાની માગણી વ્ઘ્એ કરી હતી, પરંતુ ટ્રેન છેવટે વડોદરા સ્ટેશન રોકાઈ ત્યારે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)એ ટ્રેનમાં ચડીને પરિસ્થિતિ થાળે પાડી હતી. વડોદરા સ્ટેશન પર મુસાફરો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.
(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
